હૈદરાબાદ: સલમાન ખાનના હોસ્ટ શો બિગ બોસ OTT 2નો આજે તારીખ 14મી ઓગસ્ટે ફિનાલે થવા જઈ રહ્યો છે. અહિં ફુકરા ઈન્સાન ફેમ અભિષેક મલ્હાનના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ અભિષેક મલ્હાન ફિનાલે પહેલા ટોપ 2માં સામેલ છે. શોના ફિનાલેના એક દિવસ પહેલા અભિષેક મલ્હાનને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી તેમની બહેને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આપી છે. બીજી બાજુ બિગ બોસ OTT 2 ફિનાલેનો સ્ટેજ સંપૂર્ણ રીતે સેટ થઈ ગયો છે. આ સમાચાર મળતા જ ચાહકો ચિંતામાં ડૂબી ગયા છે.
Bigg Boss OTT 2: ફિનાલે પહેલા અભિષેક મલ્હાન હોસ્પિટલમાં દાખલ, ચાહકો થયા ચિંતિત
બિગ બોસ OTT 2 ફિનાલે પહેલા ફુકરા ઈન્સાન અભિષેક મલ્હાન હોસ્પિટલમાં એડમિટ થયા છે. તેમની બહેને સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. ચાહકો આ જાણકારી મળતા જ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેઓ શોમાં જલદી પરત ફરે તે માટે પ્રાર્થના કરી રહ્યાં છે.
અભિષેક મલ્હાન હોસ્પિટલમાં દાખલ: બિગ બોસ OTT 2ના ફાઈનલિસ્ટ અભિષેક મલ્હાનની બહેન પ્રેરણા મલ્હાને તારીખ 13 ઓગસ્ટના રોજ ટ્વિટર પર એક ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેમણે લખ્યું છે કે, ''હમણાં જ જાણ્યુ છે કે, અભિષેક અત્યંત બિમાર છે અને કદાચ હોસ્પિટલમાં દાખલ છે. જેના કારણે તે આજે રાત્રે તમારા માટે પર્ફોર્મ કરી શક્શે નહિં. તેમણે આખી સિઝન દરિમાયન આપણું ભરપૂર મનોરંજ કર્યું છે. તો ચાલો તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ.'' ફાઈનલ સુધી પહોંચેલા આ અભિષેક મલ્હાનના ચાહકો આ જાણકારી મળતા જ આશ્ચર્યચકિત થઈ ગાય છે. ચાહકો તેમના પસંદના સ્પર્ધક અભિષેક મલ્હાનની શોમાં પાછા ફરે તે માટે પ્રર્થના કરી રહ્યાં છે.
મલ્હાનની બેહેને માહિતી શેર કરી: મલ્હાનની બહેન પ્રેરણાએ માહિતી શેર કરતી વખતે લખ્યું છે કે, ''અમે દરેક પ્રશંસકોનો આભાર માનીએ છીએ, જેમણે અભિષેકને તેમની સમગ્ર બિગ બોસ સફરમાં વોટ કર્યો છે. અમારું હ્રુદય તમારા તમામ સમર્થનથી અભિભૂત છે અને મારા ભાઈને આટલું શ્રેષ્ઠ પ્લેટફોર્મ આપવા બદલ બિગ બોસના નિર્માતાઓનો આભાર. આ શોમાં તેમને એક સંપૂર્ણ નવા વ્યક્તિત્વ તરીકે ઉભરી આવતા જોવો, તેમને વાસણ ધોતા, આત્મવિશ્વાસ સાથે કામ કરતા અને બોસની જેમ શોમાં માલિકી મેળવતા જોવું તે એક ભાવનાત્મક સફર હતી. આ બધુ જોવાનું અદ્ભૂત હતું. ફિનાલે માટે શુભેચ્છા. જે કોઈ પણ જીત મેળવે, અમારો છોકરો પહેલાથી જ વિજેતા છે.