હૈદરાબાદ: કરણ બુલાની દ્વારા નિર્દેશિત ફિલ્મ 'થેન્ક યુ ફોર કમિંગ' 48માં ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન વર્લ્ડ પ્રીમિયરમાં પ્રદર્શિત થયા પછી આંતરરાષ્ટ્રીય પ્રકાશનો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. વિવેચકોએ ભૂમિ પેડનેકરના અભિનયની પ્રશંસા કરી છે. આ ફિલ્મમાં શહેનાઝ ગિલ, ડોલી સિંહ, કુશા કપિલા અને શિબાની બેદી પણ મુખ્ય ભૂમિકામાં છે.
Thank You For Coming: ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 'થેન્ક યુ ફોર કમિંગ' ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું - થેન્ક યુ ફોર કમિંગ ફિલ્મ
એક્તા કપૂર અને રિયા કપૂરની ફિલ્મ 'થેન્ક યુ ફોર કમિંગ' 48માં ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ભવ્ય પ્રીમિયર તરીકે બતાવવામાં આવી હતી. આ ફિલ્મને ઘણી પ્રશંસા પણ મળી છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર, શહેનાઝ ગિલ, ડોલી સિંહ, કુશા કપિલા અને શિબાની બેદી સામેલ છે. આ ફેસ્ટિવલમાં દર્શકોએ સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યુ હતુ.
Published : Sep 16, 2023, 3:55 PM IST
ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રેક્ષકો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું: નિર્માતા અનિલ કપૂર, એકતા R કપૂર અને દિગ્દર્શક કરણ બૂલાનીએે સ્ટારકાસ્ટ TIFF પ્રીમિયરમાં હાજરી આપી હતી. આ દરમિયાન સ્ટારકાસ્ટ રેડ કાર્પેટ પર જોવા મળી હતી. તેઓને ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રેક્ષકો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું છે. આ ફિલ્મને દરેક મહિલાઓએ જોવા જેવી સ્ટોરી તરીકે વખાણી છે. 'થેન્ક યુ ફોર કમિંગ' સ્ત્રી મિત્રતા, એકલા મહિલાઓ, પ્રેમ, સંબંધો અને આનંદની શોધ પર આધારિત ફિલ્મ છે.
ગાલા વર્લ્ડ પ્રીમિયરથી સન્માનિત ફીચર ફિલ્મ: આ વર્ષે TIFF ખાતે ગાલા વર્લ્ડ પ્રીમિયરથી સન્માનિત આ એકમાત્ર ભારતીય ફીચર ફિલ્મ છે. 'થેન્ક યુ ફોર કમિંગ' ભારતીય સિનેમાઘરોમાં પ્રતિભાશાળી કલાકારો સાથે મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવે તેવી અપેક્ષા છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલર અને તેના પ્રથમ ગીત 'હાંજી'ના રિલીઝ સાથે ચાહકો હવે કોમેડી ડ્રામા ફિલ્મને મોટા પડદા પર જોવા માટે ઉત્સાહિત છે. બાલાજી મોશન પિક્ચર્સ હેઠળ એક્તા કપૂર અને શોભા કપૂર સાથે રિયા કપૂર દ્વારા નિર્મિત ફિલ્મ તારીખ 6 ઓક્ટોમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.