ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Nisha Upadhyay Health Update: ભોજપુરી સિંગર નિશા ઉપાધ્યાયની હેલ્થ અપડેટ, ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયા હતા - ગાયિકા નિશા ઉપાધ્યાય

ભોજપુરી સિંગર નિશા ઉપાધ્યાયની હેલ્થ અપડેટ આવી છે. નિશા એક કાર્યક્રમમાં ગઈ હતી. આ દરમિયાન કોઈકે હવામાં ફાયરિંગ કરી હતી. જે ફાયરિંગમાં નિશાને પગમાં ગોળી વાગી હતી. ત્યાર બાદ તેમને પટનામાં મેક્સ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. સિંગરે પોતાની હેલ્થ વિશે કહી મોટી વાત.

ભોજપુરી સિંગર નિશા ઉપાધ્યાયની હેલ્થ અપડેટ, ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયા હતા
ભોજપુરી સિંગર નિશા ઉપાધ્યાયની હેલ્થ અપડેટ, ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયા હતા

By

Published : Jun 2, 2023, 12:58 PM IST

પટનાઃ બિહારના છપરામાં એક કાર્યક્રમ દરમિયાન હર્ષ ફાયરિંગમાં ભોજપુરી સિંગર નિશા ઉપાધ્યાયને પગમાં ગોળી વાગી હતી અને પટનાની મેક્સ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન ભોજપુરી સિંગર નિશા ઉપાધ્યાયે કહ્યું છે કે, હર્ષ ફાયરિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવો જોઈએ. પોલીસે ગુરુવારે ભોજપુરી ગાયિકા નિશા ઉપાધ્યાયને ગોળી મારવામાં આવી હોવાની માહિતી આપી હતી.

નિશા હેલ્થ અપડેટ: જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટના એક ખાનગી કાર્યક્રમ દરમિયાન બની હતી, જ્યારે નિશા જિલ્લાના જનતા બજાર પોલીસ સ્ટેશન હેઠળના સેંધુઆર ગામમાં સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી. ત્યાર બાદ નિસા ઉપાધ્યાદને પટના ખાતે મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગોળી વાગી હોવાની માહિતી મળતા તેમના સંબંધીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમની હાલત ખતરાની બહાર છે અને ઓપરેશન કરવામાં આવ્યું છે.

સિંગરને ગોળી વાગી: મળતી માહિતી મુજબ ગાયિકા નિશા ઉપાધ્યાયને વીરેન્દ્ર સિંહે સેંધુઆર ગામમાં બોલાવી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ હવામાં ફાયરિંગ શરૂ કર્યું હતું, જેમાંથી એક નિશાના પગમાં વાગી હતી. જોકે, ઘટના બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી અને ઉજવણીમાં સામેલ લોકો એક પછી એક સ્થળ પરથી ભાગવા લાગ્યા હતા.

ભોજપુરી સ્ટેજ શો: ભોજપુરી સિંગર નિશા ઉપાધ્યાય ભોજપુરી દર્શકોમાં એક જાણીતો ચહેરો છે, જે તેના સ્ટેજ શો માટે ચર્ચામાં રહે છે. ભોજપુરી ગીતો પર સ્ટેજ શો કરતી નિશા ઉપાધ્યાયનો જન્મ બિહારના છપરા જિલ્લામાં રહેતા એક મધ્યમવર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. નિશા ભોજપુરીની સૌથી પ્રખ્યાત સિંગર્સ અને સ્ટેજ પર્ફોર્મર્સમાંથી એક છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે, નિશા તેના ભોજપુરી ગીતો કરતાં વધુ ભોજપુરી સ્ટેજ શો કરવા માટે ચર્ચામાં છે.

  1. Bihar News: ભોજપુરી ગાયિકા નિશા ઉપાધ્યાયને સ્ટેજ શો દરમિયાન ગોળી વાગી, પટનાની મેક્સ હોસ્પિટલમાં દાખલ
  2. Narendranath Razdan: આલિયા ભટ્ટના દાદા નરેન્દ્રનાથ રાઝદાનનું નિધન, 'ગંગુબાઈ' અને સોની રાઝદાન નોટ શેર કરીને ભાવુક થયા
  3. Bhed Movie : સસ્પેન્સ થ્રિલર ગુજરાતી ફિલ્મ ભેદનું પોસ્ટર અને ટીઝર થયું રિલીઝ

ABOUT THE AUTHOR

...view details