નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આ દિવસોમાં આધ્યાત્મિકતા અને આંતરિક શાંતિની શોધમાં છે. આ યુગલ સંતો અને ગુરુઓની વચ્ચે જોવા મળી રહ્યું છે. ગયા મહિને અનુષ્કા અને વિરાટ વૃંદાવનમાં જોવા મળ્યા હતા. તે પછી બંને પતિ-પત્ની પણ નૈનીતાલના નીમ કરૌલી ધામ પહોંચ્યા હતા. હવે આ કપલ ઋષિકેશમાં જોવા મળ્યું હતું, જ્યાં તેઓ PM નરેન્દ્ર મોદીના ગુરુ સ્વામી દયાનંદ સરસ્વતીના આશ્રમ પહોંચ્યા હતા.
આ પણ વાંચો:Thalapathy 67 : સાઉથની આ 'માસ્ટર' જોડીએ ફરી હાથ મિલાવ્યા, હવે બોક્સ ઓફિસ પર થશે ધડાકો
ભાઈ આ આશ્રમ છે: વિરાટ અને અનુષ્કા ઋષિકેશના સ્વામી દયાનંદ આશ્રમ ગયા હતા. આવી સ્થિતિમાં કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કોહલી એક બોલ પર ઓટોગ્રાફ આપી રહ્યો છે. ઘણા ચાહકોએ તેને ઘેરી લીધો અને તેનો વીડિયો બનાવવા લાગ્યા. ત્યારે કોહલી ખૂબ જ હળવાશથી કહે છે કે, ભાઈ આ આશ્રમ છે. આ પછી તેના ચાહકોએ વીડિયો રેકોર્ડ કરવાનું બંધ કરી દીધું હતું.