હૈદરાબાદ: ભાગ્ય લક્ષ્મી શો માટે જાણીતા અભિનેતા આકાશ ચૌધરીએ ખુલાસો કર્યો હતો કે, તેઓ તેમના પાલતું કુતરા સાથે વેકેશન પર જઈ રહ્યાં હતાં, ત્યારે તેમને કાર અકસ્માત થયો હતો. નવી મુંબઈમાં ટ્રાફિક લાઈટમાં ફસાઈ જતાં અભિનેતાની કારને ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કોઈને પણ ઈજા થઈ નહી અને ડ્રક ડ્રાઈવરને છોડી દીધો હતો. આકાશ જે સ્પ્લિટ્સવિલા 10 માં જોવા મળ્યા હતા. તેઓ વારંવાર પોતાના પાલતું કુતરાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતા કરે છે. તેમની પાસે કૂતરાને સમર્પિત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે.
આકાશ ચૌધરી અકસ્માત: આકાશના જણાવ્યા મુજબ તેઓ પાલતુ કુતરા સાથે સમય પસાર કરવા માંગતા હતા. તેમના ડ્રાઈવર સાથે કારમાં બહાર ગયા હતા. આકાશે જણાવ્યું હતું કે, ''અમે નવી મુંબઈમં રેડ લાઈટ પર રાહ જોઈ રહ્યાં હતાં. ત્યારે એક મોટી ટ્રકે અમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આથડામણથી મારા કુતરા, મારા ટ્રાઈવર અને મને આંચકો લાગ્યો હતો.'' આ દુર્ઘટનામાં તેમને આઘાત લાગ્યો હતો. પરંતુ સીટ બેલ્ટ બાંધી રાખ્યા હોવીથી ઈજાથી બચી ગયા હતા.
ડ્રાઈવરે ભૂલ સ્વીકારી: અકસ્માત બાદ તેઓ બહાર નિકળ્યા અને ટ્રક ડ્રાઈવર સાથે તપાસ કરી હતી. ટ્રક ટ્રઈવરે તેમને જણાવ્યું હતું કે, ''હું સમયસર બ્રેક પર પુગ મુકવામાં નિષ્ફળ ગયો હતો.'' ટ્રક ડ્રાઈવરે તેમની ભૂલ સ્વીકારી હતી અને માફી પણ માંગી હતી. આ દરમિયાન ટ્રક ડ્રાઈવરે જણાવ્યું હતું કે, ''હું એક ગરીબ માણસ છું.'' સામાન્ય રીતે આ પ્રકારની દુર્ઘટનામાં ટ્રક ટ્રાઈવર ભાગી જતા હોય છે, પરંતુ અહિં તેમ ન કર્યું.