હૈદરાબાદઃ 'કિંગ ખાન'ના લાખો ચાહકો બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પઠાણ'ની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તે પહેલા શાહરૂખે તેમના ચાહકોને એક મોટી ભેટ આપી છે. શાહરૂખ, દીપિકા પાદુકોણ (deepika padukone song) અને જોન અબ્રાહમ અભિનીત ફિલ્મ 'પઠાણ'નું પહેલું ગીત 'બેશરમ રંગ' તારીખ 12 ડિસેમ્બરે રિલીઝ થયું (Besharam Rang song release) છે. શાહરૂખે પોતે એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી કે, ફિલ્મનું પહેલું ગીત તારીખ 12 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ગીત પ્રખ્યાત સંગીતકાર જોડી વિશાલ-શેખરે કમ્પોઝ કર્યું છે. શાહરૂખ અને દીપિકાએ ગીતમાં રંગ જમાવ્યો છે.
પઠાણનું પહેલું ગીત બેશરમ રંગ રિલીઝ, શાહરૂખ અને દીપિકાએ ગીતમાં જમાવ્યો રંગ - shahrukh khan
શાહરૂખ, દીપિકા પાદુકોણ (deepika padukone song) અને જોન અબ્રાહમ અભિનીત ફિલ્મ પઠાણનું પહેલું ગીત બેશરમ રંગ તારીખ 12 ડિસેમ્બરે રિલીઝ થયું (Besharam Rang song release) છે. ગીતમાં દીપિકા હોટ બિકીની અને મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે. સાથે જ શાહરૂખ ખાન પણ તેમની શાનદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે.
ગીત રિલીઝ:શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણસ્ટારર ફિલ્મ 'પઠાણ'નું પહેલું રોમેન્ટિક ગીત 'બેશરમ રંગ' તારીખ 12 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં દીપિકા પાદુકોણનો સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે. ગીતમાં દીપિકા હોટ બિકીની અને મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે. સાથે જ શાહરૂખ ખાન પણ તેમની શાનદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે. આ ગીત શિલ્પા અને કુમારે ગાયું છે. વિશાલ-શેખરે પોતાના સંગીતથી સજાવ્યું છે. 'બેશરમ રંગ' ગીત મને કબવાલી 'હમને તો લુટ લિયા મિલક હસને વાલોં ને'ની યાદ અપાવે છે. ગીતમાં દીપિકા અને શાહરૂખ ખાનની જોડી અદભૂત લાગી રહી છે.
'પઠાણ' ક્યારે રિલીઝ થશે:શાહરૂખ ખાન 4 વર્ષ પછી તેમની ફિલ્મમાં અભિનેતા તરીકે જોવા મળશે. શાહરૂખ છેલ્લે ફિલ્મ 'ઝીરો' (વર્ષ 2018)માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ અને ત્યાર બાદ શાહરુખે બ્રેક લીધો હતો. હવે શાહરૂખ ખાન મજબૂત બોડી બનાવીને ફિલ્મ 'પઠાણ'થી મોટા પડદા પર ધમાકેદાર કમબેક કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ ગણતંત્ર દિવસના અવસર પર તારીખ 25 જાન્યુઆરી 2023ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ યશ રાજ બેનર હેઠળ બની છે અને ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે.