ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

BB OTT 2: સલમાન ખાને ના પાડી છતાં આ સ્પર્ધકે છોડી દીધું ઘર, જાણો ઘરમાં શું થયું ? - બિગ બોસ OTT 2 હાઇલાઇટ્સ દિવસ 24

સલમાન ખાનનો શો બિગ બોસ ઓટીટી 2માં આશ્ચર્યચકિત કરી દેતો કિસ્સો સામે આવ્યો છે. શોને હોસ્ટ કરી રહેલા સલમાન ખાને ઘણી ના પડી તેમ છતાં એક સ્પર્ધકે શો છોડી દીધો છે. જાણો આ શો છોડી દેનાર કોણ છે ? અને શા માટે શો છોડી દીધો ?

સલમાન ખાને ના પાડી છતાં આ સ્પર્ધકે છોડી દીધું ઘર, જાણો ઘરમાં શું થયું ?
સલમાન ખાને ના પાડી છતાં આ સ્પર્ધકે છોડી દીધું ઘર, જાણો ઘરમાં શું થયું ?

By

Published : Jul 11, 2023, 12:26 PM IST

Updated : Jul 11, 2023, 2:50 PM IST

મુંબઈ: સલમાન ખાન દ્વારા હોસ્ટવાળા શોમાં બોગ બોસ ઓટીટી 2માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બિગ બોસ ઓટીટી 2 શો સાઈરસે બ્રોચાએ શો છોડી દીધો છે. સાયરસે પહેલા જ જણાવી દીધું હતું કે, તેઓ કેટલાક કારણોસર શો છોડવા જઈ રહ્યાં છે. આખરે સાયરસે સલમાન ખાન દ્વારા સમજાવ્યા છતાં તેમણે શો છોડવાનો નિર્ણય લઈ લીધો છે. સાયરસે કોઈનું પણ કશું સાભળ્યું નહીં અને શો છોડીને જતા રહ્યાં છે.

સલમાન ખાન બિગ બોસ: નોંધપાત્ર રીતે આ અઠવાડિયે કોઈ પણ એલિમિનેશન થવાનું ન હતું. સલમાન ખાનની સામે તેમણે હાથ જોડીને કહ્યું કે, 'મને ઘર જવા દે'. સાયરસના ઘર છોડી દીધા બાદ તેમના ચાહકો ચિંતામાં છે અને તેમના ઘર છોડવાના કારણને જાણવા માટે તેઓ અધિરા થઈ રહ્યાં છે. નોંધનિય છે કે, બિગ બોસ ઓટીટી 2 માત્ર એક મહીના માટે જ સ્ટ્રીમિંગ થવાનો હતો.

બિગ બોસ ઓટીટી 2:શોની વધતી ટીઆરપીને જોતા શોને વધુ બે અઠવાડિયા માટે આગળ લંબાવવામાં આવ્યો હતો. સાયરસે પહેલાં જ જણાવી દીધું હતું કે, પોતાની હેલ્થ અને ઘરમાં થતી મૂશ્કેલીને લઈ તેઓ શો છોડવા માંગે છે. સાયરસનો શો સાથે 3 અઠવાડિયોનો કોન્ટ્રાક્ટ હતો. સલમાન ખાને આ કોન્ટ્રાક્ટ વિશે સાયરસને જણાવ્યું હતું, પરંતુ તેઓ એકના બે ન થયા.

શોમાં નવું ટાસ્ક: શોમાં 24માં દિવસે એક નવું ટાસ્ક શરું થયું હતું. આ ટાસ્કમાં ઘરના સદસ્યોને ખવા માટે ખુલ્લી સ્વતંત્રતા આપવામાં આવી હતી. ખાવામાં તેમને કપ કેક્સ, બર્ગર અને કેટલાક ફ્રાઈસ આપવામાં આવ્યા હતા. આ ટાસ્કમાં ઘરના સદસ્યોને એકબીજાને પોતાના વિશે જણાવવાનું હતું અને જેમને આ ટાસ્કમાં રસ નથી તે આ શો છોડી શકે તેમ હતું.

સાયરસે છોડ્યો શો: આ ટાસ્ક માટે ફુકરા ઈન્સાન અભિષેક અને પૂજા ભટ્ટની જોડી બની હતી. આ દરમિયાન બન્નેએ કપનો સ્વાદ ચાખ્યો હતો. તેમણે એકબીજા સાથે પરિવારના સભ્યો વિશે વાતચિત કરી હતી. પૂજા ભટ્ટે જણાવ્યું હતું કે, તેઓ તેમના પિતા મહેશ ભટ્ટને યાદ કરી રહ્યાં છે. એટલું જ નહિં પરંતુ તેમના પરિવારજનો પણ તેમને યાદ કરી રડી પડ્યાં હતાં. ત્યાર પછી સાયરસ આ બન્નેની પરિસ્થિતી જોઈ તેઓ ઘર છોડીને જતાં રહ્યાં હતાં. સાયરસને પણ પોતાના પરિવારની ખુબ જ યાદ આવી રહી હતી.

  1. Kangana Ranaut: કંગના રનૌતની લોકોને અપીલ, વરસાદી વાતાવરણમાં હિમાચલ જવાનું ટાળો
  2. Anushka Sharma: અનુષ્કા શર્મા લંડનમાં સડક પર પોઝ આપતી જોવા મળી, વિરાટે તસવીર ક્લિક કરી
  3. Jawan Prevue: ફિલ્મ 'જવાન'નો ધમાકેદાર પ્રીવ્યૂ રિલીઝ, જુઓ ફિલ્મના કલાકારોનો નવો લુક
Last Updated : Jul 11, 2023, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details