હૈદરાબાદ:તેરી મિટ્ટી અને કુછ ઐસા કર કમાલ જેવા અદ્ભુત ગીતોના સિંગર બી પ્રાકના ઘરેથી દુઃખદ સમાચાર આવ્યા છે. હાલમાં જ સિંગરે સારા સમાચાર આપ્યા હતા કે તે પિતા બનવા જઈ રહ્યો છે, પરંતુ આ દરમિયાન આ ખરાબ સમાચારે બી પ્રાક અને તેના ફેન્સનું દિલ તોડી નાખ્યું છે. બી પ્રાકે સોશિયલ મીડિયા પોસ્ટમાં (B Prak Social Media Post) જણાવ્યું છે કે તેમનો નવજાત પુત્ર જન્મતાની સાથે જ મૃત્યુ (b praak and meera bachan second child dies) પામ્યો હતો.
આ પણ વાંચો:ટીવી એક્ટર કરણવીર બોહરા સામે મહિલા સાથે છેતરપિંડી કરવાનો ગુનો
બી પ્રાકની પીડાદાયક પોસ્ટ:બી પ્રાકે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, 'હું ખૂબ જ દુઃખ સાથે જણાવવા માંગુ છું કે અમારા બીજા બાળકનું નિધન થઈ ગયું છે, તે જન્મની સાથે જ આ દુનિયામાંથી ચાલ્યો ગયો, માતા-પિતા તરીકે અમારા જીવનની આ સૌથી દુઃખદ ઘટના છે. હા, અમે પ્રયત્નો માટે તમામ ડોકટરો અને સ્ટાફનો આભાર માનીએ છીએ, હું દરેકને વિનંતી કરું છું કે આ દુઃખદ સમયમાં અમારી ગોપનીયતાનું ધ્યાન રાખો, દરેકની પ્રાર્થનાની જરૂર છે, તમારો પ્રેમ બી પ્રાક અને મીરા'