હૈદરાબાદ 15 ઓગસ્ટ 2022ના Azadi Ka Amrit Mahotsav 2022 રોજ ભારતે તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસનની ગુલામીમાંથી આઝાદી મળી હતી. આ 75 વર્ષોમાં ભારત દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે અને તે વિશ્વમાં મજબૂત છે. હવે આ ખાસ અવસર પર માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ ભારતની આઝાદીની ઉજવણી કરવામાં આવે છે. 75માં સ્વતંત્રતા દિવસ 75th Independence Day in Burj Khalifa પર કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ભારતની આઝાદીનો અમૃત ઉત્સવ માત્ર દેશભરમાં જ નહીં પરંતુ બહારના દેશોમાં પણ મનાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઅક્ષય કુમારે ફેન્સને 75માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી
બુર્જ ખલીફા જેવી પ્રખ્યાત ઇમારત ત્રિરંગાથી ઝગમગી ઉઠી દુબઈની પ્રખ્યાત અને વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પર બોલિવૂડ સ્ટાર્સની તસવીરો વારંવાર જોવા મળે છે. ક્યારેક કોઈ સ્ટારના જન્મદિવસ પર તો ક્યારેક બુર્જ ખલીફામાં કોઈને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્ક્રીનિંગ થાય છે. આવી સ્થિતિમાં, 75માં સ્વતંત્રતા દિવસ પર, બુર્જ ખલીફા જેવી પ્રખ્યાત ઇમારત ત્રિરંગાથી ઝગમગી ઉઠી હતી.
ઈન્ફિનિટી બ્રિજ પર પણ ભારતનો રાષ્ટ્રધ્વજ દુબઈના પ્રખ્યાત ઈન્ફિનિટી બ્રિજ પર પણ ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો જોવા મળ્યો હતો અને અહીં સ્વતંત્રતાના અમૃતની ઉજવણી કરતા જોવા મળે છે.