મુંબઈ:બોલિવુડ એક્ટર આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે સ્ટારર 'ડ્રીમ ગર્લ 2' તારીખ 25 ઓગસ્ટના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ હતી. 'ડ્રીમ ગર્લ 2'એ ઓપનિંગ ડે પર શાનદાર શરુઆત કરી હતી. આયુષ્માનની ફિલ્મ પ્રથમ દિવસે સારી શરુઆત સાથે ભારતમાં બોક્સ ઓફિસ પર 10.69 કરોડ રુપિયાની કમાણી કરી છે. ફિલ્મનું બીજા દિવસનું કલેક્શન આ પ્રમાણે છે.
Dream Girl 2 Collection Day 2: બોક્સ ઓફિસ પર પૂજાનો જાદુ, બીજા દિવસે આટલી કમાણી કરી - ડ્રીમ ગર્લ 2 કલેક્શન
બોલિવુડ અભિનેતા આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે સ્ટારર 'ડ્રીમ ગર્લ 2' થિયેટરોમાં તારીખ 25 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. પ્રથમ દિવસે આ ફિલ્મે બોક્સ ઓફિસ સારું પ્રદર્શન કર્યું હતું. અહિં જાણો 'ડ્રીમ ગર્લ 2'એ બીજા દિવસે કેટલી કમાણી કરી ?
Published : Aug 27, 2023, 10:44 AM IST
બોક્સ ઓફિસ કલેક્શન: ડ્રીમ ગર્લ 2ના બીજા દિવસની કુલ કમાણી પર નજર કરીએ તો, આયુષ્માન ખુરાના માટે પેંડમિક પછી 'ડ્રીમ ગર્લ 2' બોક્સ ઓફિસ પર સૌથી સારું ઓપનિંગ કરવાવાળી ફિલ્મોમાંથી એક છે. સેકનિલ્કના અહેવાલ અનુસાર, 'ડ્રીમ ગર્લ 2'એ બીજા દિવસે એટલે કે, શનિવારે તારીખ 26 ઓસ્ટના રોજ (પ્રારંભિક આદજ) 14.00 કરોડની ઈન્ડિય નેટ કમાણી કરી છે. આ સાથે આ ફિલ્મની કુલ કમાણી 24.69 કરોડ રુપિયા થઈ ગઈ છે. ફિલ્મની કુલ હિન્દી ઓક્યુપેન્સી 41.40 ટકા રહી છે. 'ડ્રીમ ગર્લ 2'ને હિટ થવા માટે 75 કરોડ રુપિયાનો આંકડો પાર કરવો પડશે. જો તે, 65 કરોડનો આંકડો પાર કરે છે તો, તે એવરેજ ફિલ્મ કહેવામાં આવશે.
ફિલ્મમાં શ્રેષ્ઠ કલાકારો: 'ડ્રીમ ગર્લ 2' ફિલ્મ રાજ શાંડિલ્યએ ડાયરેક્ટ કરી છે. બાલાજી મોશન પિક્ચર્સના બેનર હેઠળ એક્તા કપૂર અને શોભા કપૂરે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના, અનન્યા પાંડે લીડ રોમાં જોવા મળે છે. આ ઉપરાંત ફિલ્મમાં પરેશ રાવલ, મનજોત સિંહ, સીમા પાહવા, અન્નૂ કપૂર, રાજપાલ યાદવ, અભિષેક બનર્જી, અસરાની, વિજય રાજ અને મનોજ જોશી જેવા મહાન કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.