મુંબઈઃબોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાના પિતા પી. ખુરાનાનું નિધન થયું છે. આયુષ્માન ખુરાનાના જ્યોતિષ પિતા પી ખુરાનાને આર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમને સારવાર અર્થે ચંદીગઢમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અભિનેતાના પિતાનું તારીખ 19 મે શુક્રવારે સવારે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 5.30 કલાકે ચંદીગઢના મણિમાજરા સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે. અભિનેતાના પિતાના નિધનથી આખા ઘરમાં શોકનો માહોલ છે.
જ્યોતિષ પંડિત પી ખુરાનાનું નિધન: અભિનેતાના પિતા છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેતાના પિતા વેન્ટિલેટર પર હતા. ઉલ્લેખનીય છે કે, આયુષ્માનને આજે પંજાબ યુનિવર્સિટીમાં ઉપરાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવનાર હતો. પી ખુરાના તેમના મોટા પુત્ર આયુષ્માન ખુરાનાની નજીક હતા અને તેમના ખૂબ વખાણ કરતા હતા. અભિનેતા સોશિયલ મીડિયા પર તેના પિતાની તસવીરો પણ શેર કરતા હતા. પી. ખુરાનાના પરિવારમાં તેમની પત્ની, બે પુત્ર અને પૌત્રો છે.