મુંબઈઃજેમ્સ કેમેરોનની ફિલ્મ 'અવતાર ધ વે ઓફ વોટર' એક કરતા વધુ રેકોર્ડ બનાવી રહી છે. તારીખ 16 ડિસેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તેથી લોકો પરિવાર અથવા મિત્રો સાથે અવતાર 2 (Avatar 2)ની વાદળી દુનિયાના એક્શન અને ડ્રામાનો આનંદ માણવા થિયેટરોમાં પહોંચી રહ્યા છે. આ બધા વચ્ચે ખાસ વાત એ છે કે, શરૂઆતના દિવસથી જ ફિલ્મ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાને માત્ર 3 દિવસ થયા છે અને તેણે ભારતમાં રૂપિયા 100 કરોડ (Avatar 2 Collection Day 3)નો આંકડો પાર કરી લીધો છે.
અવતાર 2 કલેક્સન: જેમ્સ કેમરોન દ્વારા નિર્દેશિત ફિલ્મ અવતાર 2ને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે, જે કમાણીના રૂપમાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ફિલ્મે ભારતમાં શરૂઆતના દિવસે 41 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. અને બીજા દિવસે 44 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો. બીજી તરફ રવિવારે રજાના દિવસે ફિલ્મે રેકોર્ડ તોડ્યા અને 50 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. એટલે કે, આ ફિલ્મે માત્ર 3 દિવસમાં 130 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે.