ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Athiya and Rahul Wedding Reception : ક્યારે અને ક્યાં હશે અથિયા અને રાહુલના લગ્નનું રિસેપ્શન

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ હવે પતિપત્ની બની ગયા છે. આ દંપતીએ ગયા સોમવારે તારીખ 23 જાન્યુઆરીએ લગ્ન (Athiya and Rahul Wedding) કર્યા હતા અને તેમના ઘરે સ્થાયી થયા હતા. હવે રાહુલના સસરા સુનીલ શેટ્ટીએ કપલના વેડિંગ રિસેપ્શન (Athiya Shetty and KL Rahul Wedding Reception) માં અપડેટ શેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, દીકરીના લગ્નની ખુશીમાં સુનીલ શેટ્ટી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પોતાના ખાસ લોકો માટે એક ભવ્ય પાર્ટીનું પણ આયોજન કરશે.

Athiya and Rahul Wedding Reception : ક્યારે અને ક્યાં હશે અથિયા અને રાહુલના લગ્નનું રિસેપ્શન
Athiya and Rahul Wedding Reception : ક્યારે અને ક્યાં હશે અથિયા અને રાહુલના લગ્નનું રિસેપ્શન

By

Published : Jan 24, 2023, 3:13 PM IST

મુંબઈઃબોલિવૂડ સ્ટાર સુનીલ શેટ્ટીએ એકમાત્ર દીકરી આથિયા શેટ્ટીને દાન આપીને એક જવાબદાર પિતા તરીકેની ફરજ નિભાવી છે. અથિયા અને રાહુલે તારીખ 23મી જાન્યુઆરીએ સાત ફેરા લીધા હતા. અથિયા અને રાહુલના લગ્ન 100 ખાસ મહેમાનોની વચ્ચે થયા હતા. અહીં હવે ચર્ચા ચાલી રહી છે કે, કપલના લગ્નનું રિસેપ્શન ક્યારે અને ક્યાં થશે. આના પર આથિયાના પિતા અને કેએલ રાહુલના સસરા સુનીલ શેટ્ટીએ ખુલીને વાત કરી છે અને જણાવ્યું છે કે, આથિયા અને હુલના લગ્નનું રિસેપ્શન ક્યારે અને ક્યાં હશે.

આ પણ વાંચો:Oscars 2023: નામાંકિત ફિલ્મોની સંપૂર્ણ યાદી આજે જાહેર કરવામાં આવશે, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકો છો

રિસેપ્શન: જ્યારે પાપારાઝીએ સુનીલ શેટ્ટીને અથિયા અને રાહુલના વેડિંગ રિસેપ્શન વિશે પૂછ્યું તો એક્ટરે IPL 2023 પછી કહ્યું. IPL 2023 એપ્રિલમાં રમાશે. આ સાથે જ રાહુલ ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝમાંથી મેદાનમાં પરત ફરશે. આ પછી એપ્રિલમાં IPL 2023નું આયોજન કરવામાં આવશે. અથિયા અને રાહુલના લગ્નનું રિસેપ્શન મુંબઈ અને બેંગ્લોરમાં યોજાશે. બંને પરિવાર આ રિસેપ્શન આપશે.

આ પણ વાંચો:Exclusive: 'પઠાણ'એ ફરી રચ્યો ઈતિહાસ, 100થી વધુ દેશમાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ

લગ્નના રિસેપ્શનના સવાલ: સુનીલ શેટ્ટી પોતાની દીકરીને વિદાય આપ્યા બાદ મીડિયાને મળ્યા હતા. સુનીલ શેટ્ટીએ આ શુભ કાર્ય બાદ તમામ મીડિયાકર્મીઓને શુભેચ્છા પાઠવી અને દરેકના મોં મીઠા કરાવ્યા. આ દરમિયાન સુનીલ શેટ્ટી કહેતા જોવા મળ્યા કે, ''મારે સસરો નથી બનવું, પિતા બનવા દો. ફરક એટલો જ છે કે, મારે બીજો દીકરો આવી ગયો છે.'' સુનીલે કહ્યું કે, તે તેના પિતાની જવાબદારી સારી રીતે નિભાવી શકે છે. પત્રકારોએ પૂછ્યું કે, ''લગ્નનું રિસેપ્શન ક્યારે થશે ?'' આના જવાબમાં સુનીલ શેટ્ટીએ કહ્યું કે, ''આ IPL પછી જ થશે.'' ઉલ્લેખનીય છે કે, દીકરીના લગ્નની ખુશીમાં સુનીલ શેટ્ટી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પોતાના ખાસ લોકો માટે એક ભવ્ય પાર્ટીનું પણ આયોજન કરશે.

ABOUT THE AUTHOR

...view details