મુંબઈઃચાલી રહેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ પઠાણ ફિલ્મના એકશન હિરો શાહરુખ ખાને વિદ્યાર્થીઓને સંદેશ પાઠવ્યો છે. આ દરમિયાન તેમણે પોતાની અંગત વાત શેર કરતા કહ્યું છે કે, વિદ્યાર્થીઓ તણાવથી દુર રહે. પરીક્ષા દરમિયાન શ્રેષ્ઠ પ્રયાસ કરવાની આપી છે સલાહ. આ રીતે વિદ્યાર્થીઓને શાહરુખ ખાને પ્રરણા આપી હતી. વધું માહિતી માટે વાંચો અહિં.
આ પણ વાંચો:Rajkummar Rao wife birthday: રાજકુમાર રાવે પત્નીને જન્મદિવસની પાઠવી શુભેચ્છા, જુઓ અહિં રોમેન્ટિક તસવીર
વિદ્યાર્થીઓને કર્યા પ્રોત્સાહિત: બોલિવૂડના કિંગ ખાને આ વખતે બોર્ડની પરીક્ષા આપી રહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. સોમવારે 'પઠાણ' ફિલ્મના અભિનેતાએ Twitter પર AskSRK સીઝન હોસ્ટ કરી છે. જ્યાં તેણે તેના ચાહકોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જ્યારે એક યુઝરે તેમને 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પૂછ્યું જેઓ આગામી થોડા અઠવાડિયામાં બોર્ડની પરીક્ષા આપવાના છે. ત્યારે તેમણે વિદ્યાર્થીઓને ખાસ રીતે પ્રોત્સાહિત કર્યા હતાં.
શાહરુખે આપ્યો સંદેશ: સખત મહેનત કરો અને ટેન્શન ન લો શાહરૂખ ખાને જવાબ આપતા જણાવ્યું હતું કે, ''તમે ગમે તેટલું મહેનત કરો અને ચિંતા ન કરો. હું શાળાના માર્ચ પાસ્ટમાં પ્લેકાર્ડ લઈને જતો હતો. 'તમે તમારો શ્રેષ્ઠ પ્રયાસ કરો અને બાકીનું છોડી દો' તણાવથી દુર રહો.'' CBSE બોર્ડ પરીક્ષા 2023 ધોરણ 10 અને 12 માટે દેશભરમાં ચાલી રહી છે. CBSE દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર ધોરણ 10 અને 12ની પરીક્ષા તારીખ 15 ફેબ્રુઆરીથી 5 એપ્રિલ દરમિયાન લેવામાં આવી રહી છે.
શાહરુખે પ્રશ્નોના જવાબ આપ્યા: CBSEએ ભારત અને વિદેશમાં 26 દેશોમાં પરીક્ષાઓ આયોજિત કરવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. તે સુનિશ્ચિત કરવા માટે કે પરીક્ષાઓ આયોજિત કરવા માટેની તમામ મહત્વપૂર્ણ માહિતી પરીક્ષા કેન્દ્રો પર સત્તાવાળાઓને આપવામાં આવે. CBSE એ બધાને એ સુનિશ્ચિત કરવા માટે દિશાનિર્દેશો જારી કર્યા છે કે, વિદ્યાર્થીઓ કોઈપણ તણાવ વિના પરીક્ષા આપી રહ્યા છે. આ દરમિયાન પઠાણની સફળતા અને આગામી પ્રોજેક્ટ્સને લગતા ટ્વિટના જવાબ આપવા ઉપરાંત, શાહરૂખે તેના અંગત જીવન સાથે સંબંધિત પ્રશ્નોના જવાબો પણ આપ્યા.
આ પણ વાંચો:Sona Mahapatra Video: સોના મહાપાત્રાએ જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી પર સાધ્યું નિશાન, વીડિયો કર્યો શેર
શાહરુખ ખાનનો વર્ક ફ્રન્ટ: શાહરૂખ એટલીના નિર્દેશનમાં બનેલી 'જવાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ તેઓ ફિલ્મના શૂટિંગ માટે પુણે ગયા હતા. ફિલ્મમાં તેમની સાથે નયનતારા પણ છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એમ 5 ભાષાઓમાં તારીખ 2 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 'જવાન' સિવાય શાહરૂખ પાસે રાજકુમાર હિરાનીની 'ડંકી' પણ છે, આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ જોવા મળશે.