હૈદરાબાદઃસુપરસ્ટાર શાહરૂખ ખાન છેલ્લા 3 દાયકાથી બોલિવૂડ પર રાજ કરી રહ્યો છે. હવે તેના બાળકો બોલીવુડમાં પગ મુકવા જઈ રહ્યા છે. પુત્રી સુહાના ખાન પહેલા જ ફિલ્મ 'ધ આર્ચીઝ' કરી ચુકી છે અને હવે શાહરૂખખાનનો પુત્ર આર્યન ખાન (Aryan Khan and Shahrukh khan) બોલિવૂડમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યો (Aryan Khan Bollywood debut) છે. આર્યન ખાને ગઈકાલે રાત્રે (તારીખ 6 ડિસેમ્બરે) પોતાનો પહેલો બોલિવૂડ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આર્યન ખાને એક સ્ક્રિપ્ટ શેર કરીને બોલિવૂડમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી છે.
પ્રોજેક્ટની ફાઈલ શેર: આર્યન ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પ્રોજેક્ટની સંપૂર્ણ ફાઇલ શેર કરી છે. આ પોસ્ટના કેપ્શનમાં આર્યન ખાને લખ્યું છે કે, સ્ક્રિપ્ટ પૂરી થઈ ગઈ છે અને હવે એક્શન બોલાવાય તેની રાહ જોવી મુશ્કેલ બની રહી છે. આર્યન ખાનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
પોસ્ટને લાઈક: પોસ્ટ દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, શાહરૂખ ખાનનો પુત્ર તેની હોમ પ્રોડક્શન રેડ ચિલીઝથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. શાહરૂખ અને આર્યનના ફેન્સ આ પોસ્ટને જોરદાર લાઈક કરી રહ્યા છે. ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ આર્યન ખાનને તેની નવી શરૂઆત માટે અભિનંદન આપવા લાગ્યા છે.
આર્યનના માતાપિતાએ લખ્યું:આર્યન ખાનની આ પોસ્ટ પર પિતા શાહરૂખ અને માતા ગૌરી ખાને પણ કોમેન્ટ કરી છે. કિંગ ખાને તેની કોમેન્ટમાં લખ્યું, 'વાહ. વિચારતા રહો. વિશ્વાસ રાખો. સપનું સાકાર થયું છે, હવે હિંમત રાખો. પહેલા માટે તમને શુભકામનાઓ. તે હંમેશા ખાસ હોય છે.'
સ્ટાર્સે પાઠવ્યા અભિનંદન: બીજી તરફ આર્યનખાનની માતા ગૌરી ખાને પુત્રના બોલિવૂડ ડેબ્યુ પર ટિપ્પણી કરી અને લખ્યું, 'જોવા માટે રાહ જોઈ શકતી નથી.' આ સિવાય અન્ય ફિલ્મ સ્ટાર્સે પણ આર્યન ખાનને બોલિવૂડમાં ડેબ્યુ કરવા પર કોમેન્ટ દ્વારા અભિનંદન પાઠવ્યા છે. શાહરૂખ ખાનની દીકરી જલ્દી જ ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.