ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Big Boss : રેસલિંગ પ્રેક્ટિસ દરમિયાન અર્શી ખાનના પડી ગયા દાંત - Arshi Khan's Surgery

રિયાલિટી શો બિગ બોસમાં (Big Boss) કુસ્તીની પ્રેક્ટિસ દરમિયાન અર્શી ખાન ઈજાગ્રસ્ત (Arshi Khan injured) થઈ હતી. આ અકસ્માતમાં લઈને તેને તાત્કાલિક ડેન્ટલ સર્જરી (Arshi Khan's surgery) કરવામાં આવી છે. આ ઉપરાંત અર્શી ખાનના લગ્નને લઈને હાલ ચર્ચાએ પણ જોર પકડ્યુ છે.

Big Boss : રેસલિંગ પ્રેક્ટિસ દરમિયાન અર્શી ખાનના  પડી ગયા દાંત
Big Boss : રેસલિંગ પ્રેક્ટિસ દરમિયાન અર્શી ખાનના પડી ગયા દાંત

By

Published : May 3, 2022, 9:43 AM IST

મુંબઈઃ સલમાન ખાનનો સૌથી લોકપ્રિય ટીવી રિયાલિટી શો 'બિગ બોસ' ફેમ (Big Boss) અર્શી ખાન કુસ્તીની પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. આ અકસ્માતમાં અર્શી ખાન ઈજાગ્રસ્ત થયા બાદ ડેન્ટલ સર્જરી કરવામાં આવી છે. પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત (Arshi Khan Injured) થતાં અર્શી તરત જ ડૉક્ટર પાસે ગઈ હતી. અર્શી ખાને પોતાની સાથેની આ ઘટના વિશે (Arshi Khan Injured in Wrestling) ખુલ્લેઆમ જણાવ્યું છે.

આ પણ વાંચો :Lock Upp Saisha Shinde: સાયશા શિંદેએ કરેલા ખૂલાસાને સાંભળી તમે પણ દબાવી દેશો દાંત નીચે આંગળી

અભિનેત્રી ઈદ પર લગ્ન કરવા દુબઈમાં -અર્શી ખાને કહ્યું, 'જ્યારે હું કુસ્તીની પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે મારા ચહેરા પર અકસ્માતે મુક્કો વાગી ગયો અને મારા દાંતમાં ઇજા થઈ તેથી દાંત બહાર પડી ગયા હતા. મને ખૂબ દુખાવો થતો હતો, તેથી મારે તરત જ ડેન્ટિસ્ટ પાસે જવું પડ્યું. ભગવાનની કૃપાથી હું (Arshi Khan's Surgery) હવે સ્વસ્થ થઈ રહી છું. એવું માનવામાં આવે છે કે અભિનેત્રી ઈદ પર લગ્ન કરવા દુબઈમાં છે, પરંતુ તેણે આ વાતને અફવા ગણાવી છે. તેણે કહ્યું કે મારો પરિવાર મારાને લગ્નને લઈને ખુબ આતુર છે. મને અહીં લગ્નના ઘણા પ્રસ્તાવ પણ મળી રહ્યા છે.

આ પણ વાંચો :મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ? અભિનેતાના પુત્રએ વાયરલ તસવીરને લઈને કહ્યું...

લગ્ન લઈને અર્શીનો ખુલાસો - અર્શી ખાને વધુમાં જણાવ્યું હતું કે, હું અત્યારે લગ્ન નથી કરી રહી. મારા ચાહકો વિચારી રહ્યા છે કે શું હું અહીં મારા લગ્ન માટે આવી છું. મને પહેલેથી જ દુઃખ છે, કોઈ છોકરીને દાંતના દુખાવા સાથે દુલ્હન બનવાની મજા નહીં આવે. હું અહીં ઈદની ઉજવણીનોઆનંદ માણવા માટે ઉત્સાહિત છું. તમને જણાવી દઈએ કે, અર્શી ખાને બિગ બોસ 14માં (Arshi Khan in Bigg Boss) પોતાના બોલ્ડ સ્ટાઈલથી આખા દેશમાં હેડલાઈન્સ બનાવી હતી. અર્શી ખાને બિગ બોસના ઘરમાં પોતાની સ્ટાઈલથી ઘણા ચાહકોને ભેગા કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details