ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Arjun Rampal Six Pack Abs: 50 વર્ષની ઉંમેર અર્જુન રામપાલે કંઈ ફિલ્મ માટે બનાવી 6 પેક એબ્સ બોડી - અર્જુન રામપાલ ગેબ્રિએલા ડેમિટ્રિએડ્સ

અર્જુન રામપાલે તેમની આગમી ફિલ્મ માટે 50 વર્ષની ઉંમરે મજબૂત શરીર બનાવ્યું છે. અર્જુને પોતાની એક શાનદાર તસવીર શેર કરી છે, જે જોઈ તમારા પણ ઉડી જશે હોંસ. આ તસવીરમાં તેમના 6 પેક એબ્સ જોવા મળી રહ્યાં છે. અભિનેતાની આ તસવીર પર તેમની પાર્ટનર ગેબ્રિએલા ડેમિટ્રિએડ્સ અને બોબી દેઓલે પણ કોમેન્ટ કરી છે.

50 વર્ષની ઉંમેર અર્જુન રામપાલે આ ફિલ્મ માટે બોડી બનાવી, 6 પેક એબ્સ જોઈને પાર્ટનરે કરી કોમેન્ટ
50 વર્ષની ઉંમેર અર્જુન રામપાલે આ ફિલ્મ માટે બોડી બનાવી, 6 પેક એબ્સ જોઈને પાર્ટનરે કરી કોમેન્ટ

By

Published : Aug 12, 2023, 5:23 PM IST

હૈદરાબાદ:બોલિવુડના સૌથી હેન્ડસમ અભિનેતાઓમાંના એક અજુન રામપાલના લુકના લાખો ચાહકો છે. અર્જુન રામપાલના ઊંચા વ્યક્તિત્વના જેટલા પણ વખાણ કરીએ તેટલા ઓછા છે. અર્જુન રામપાલનું ફિલ્મી કરિયર ભલે સુપરહિટ ન રહ્યું હોય, પરંતુ તેમના સારા દેખાવને કારણે ચાહકો તેમને આજે પણ ભૂલી શક્યા નથી. અર્જુન હજુ પણ બોલિવુડમાં સક્રિય છે અને સાઈડ રોલમાં દેખાય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ તેઓ એક્ટિવ રહે છે. તેઓ પાર્ટનર સાથે પોતાના બાળકોની તસવીરો શેર કરતા રહે છે. તાજેતરમાં 50 વર્ષના અર્જુન રામપાલે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને ફિટનેસ બતાવી છે.

અર્જુન રામપાલની અદભૂત તસવીર શેર: અર્જુન રામપાલે તારીખ 12 ઓગસ્ટે સોશિય મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં અદભૂત તસવીર શેર કરી છે. આ તસવીરમાં અર્જુન શર્ટલેસ જોવા મળી રહ્યા છે. અર્જુને આ તસવીર શેર કરી અને લખ્યું છે કે, ''બીફોર અને આફ્ટર.'' અર્જુને તેમની આ બોડી આગામી ફિલ્મ 'ક્રેક' માટે બનાવી છે. અર્જુન રામપાલની આ શાનદાર તસવીર પર તેમની પાર્ટનર અને તાજેતરમાં બનેલી માતા ગેબ્રિએલા ડેમિટ્રિએડ્સ દ્વારા પણ ટિપ્પણી કરવમાં આવી છે.

અર્જુન રામપાલના આગામી પ્રોજેક્ટ: ગેબ્રિએલા ડેમિટ્રિએડ્સે લખ્યુ છે કે, ''આગની રાહ જોઈ રહ્યાં છે.'' આ દરમિયાન બોબી દેઓલે આ તસવીર પર ફાયર ઈમોજી શેર કરી છે. અર્જુન રામપાલે વર્ષ 2001માં ફિલ્મ 'પ્યાર ઈશ્ક ઔર મોહબ્બત'થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. અર્જુન છેલ્લે કંગના રનૌત સ્ટારર ફિલ્મ 'ધાકડ'માં જોવા મળ્યા હતા. અભિનેતાની આગામી ફિલ્મમાં જોઈએ તો, 'ધ બેટલ એન્ડ ઓફ ભીમા', 'કોરેગાંવ', 'ક્રૈક', 'નાસ્તિક', '3 મંકીજ' અને 'ભગવંત કેસરી' સામેલ છે.

  1. Anushka Sharma: અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે એરપોર્ટ પર જોવા મળી, જુઓ વીડિયો
  2. Hbd Sara Ali Khan: સારા અલી ખાને ભાઈ સાથે આ રીતે મનાવ્યો જન્મદિવસ, જુઓ તસવીર
  3. Indian Film Festival Of Melbourne: મેલબોર્ન 2023ના 14મા ભારતીય ફિલ્મ ફેસ્ટિવલના વિજેતાઓની જાહેરાત, જુઓ યાદી

ABOUT THE AUTHOR

...view details