ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Arjun Kapoor dog dies: અર્જુન કપૂરના પાલતુ ડોગ મેક્સિમસનું અવસાન, સાથે વિતાવેલી પળોને કરી યાદ - અર્જુન કપૂર કૂતરો મૃત્યુ પામ્યો

ગઈકાલે બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરના પાલતુ ડોગનું અવસાન થયું હતું. અભિનેતા અર્જુન કપૂર તેમના પાલતુ કૂતરા મેક્સિમસના મૃત્યુને પગલે દિલગીર છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોતાના પાલતુ મેક્સિમસના અવસાન પછી એક ભાવનાત્મક નોંધ લખી હતી.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 10:54 AM IST

મુંબઈ:અભિનેતા અર્જુન કપૂરના પાલતુુ કુતરાનું અવસાન થયું હતું. તેમના અવસાન પર અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક નોંધ લખી હતી. અર્જુન કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર મેકિસમસના ફોટા અને વીડિયો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, ''The best boy in the world…My Maximus…
The kindest the sweetest the bravest the warmest the bestest… I miss u mera bacha…''

અર્જુન કપૂરના પાલતુ મેક્સિમસનું અવસાન: અર્જુન કપૂરે વધુમાં લખ્યું હતું કે, ''Our home is never gonna be the same ever now.I hate that u were taken from ansh n me so suddenly I don’t know how to sit at home and not have u around. Death has been cruel to us many times over and this time feels no different… Thank u for all the joy u gave @anshulakapoor & me in the good days and bad. I hope you Fubu Chocolate & Mom watch over us.take care my friend rest well sleep easy enjoy all ur treats now. I will see u on the other side my Maxxxxuuu ''

અર્જુન કપૂરે તસવીર કરી શેર: પ્રથમ તસવીરમાં અર્જુન તેમની બાજુમાં મેક્સિમસ સાથે તેમના પલંગ પર સૂઈ રહ્યો છે. અન્ય તસવીરમાં અભિનેતાની તેમના પાલતુ કુતરા સાથેની રમતિયાળ ક્ષણો દર્શાવવામાં આવી હતી. અદ્યોગના કેટલાક મિત્રો અને ચાહકોએ અર્જુનની પોસ્ટ પર શોક વ્યક્ત કર્યો છે. અભિનેત્રી કૃતિ ખરબંદાએ કોમેન્ટ કરી કે, ''તો અર્જુનને તારી ખોટ માટે ખૂબ જ અફસોસ. તમને પ્રેમ મોકલી રહી છું.'' અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને અભિનેત્રી પૂજા હેગડેએ લખ્યું 'ઓહ નૂ'.

અભિનેતાની આગામી ફિલ્મ: અર્જુન કપૂરના વર્કફ્રન્ટ પર એક નજર કરીએ તો, અર્જુન કપૂર છેલ્લે દિગ્દર્શક આસ્માન ભારદ્વાજની ડાર્ક કોમેડી ફિલ્મ 'કુત્તે'માં અભિનેતા તબ્બુ, રાધિકા મદાન અને કોંકણા શેન શર્મા સાથે જોવા મળ્યા હતા. તે આગામી એક્શન થ્રિલર ફિલ્મ 'ધ લેડીકિલર'માં ભૂમિ પેડનેકર સાથે જોવા મળશે અને ભૂમિ પેડનેકર અને રકૂલ પ્રીત સિંહની સાથે અનટાઈટલ્ડ રોમેન્ટિક ફિલ્મમાં જોવા મળશે.

  1. Siddharth Anand Rambo: ટાઈગર શ્રોફની 'રેમ્બો' માટે જાનવી કપૂરની પસંદગી થઈ, જાણો શૂટિંગ ક્યારે શરુ થશે
  2. Kangana Ranaut: Pm મોદીના સમર્થનમાં આવી કંગના રનૌત, જાણો શું કહ્યું ?
  3. Hbd Ayushmann Khurrana: બોલિવૂડમાં આજે ઓળખાણ આપવાની જરુર નથી, એવા ઓલરાઉન્ડર એક્ટર આયુષ્માન ખુરાનાનો જન્મદિવસ

ABOUT THE AUTHOR

...view details