ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથે સેલ્ફી કરી શેર, તેની પ્રેમિકાને કહી 'શોપાહોલિક' - મલાઈકા અરોરા

અર્જુન કપૂરે લેડીલવ મલાઈકા અરોરા સાથે એક સુંદર તસવીર (Arjun Kapoor Malaika Arora Selfie) શેર કરી અને તેની પ્રેમિકાને 'શોપાહોલિક' કહી હતી

અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથે સેલ્ફી  કરી શેર, તેની પ્રેમિકાને કહી 'શોપાહોલિક'
અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથે સેલ્ફી કરી શેર, તેની પ્રેમિકાને કહી 'શોપાહોલિક'

By

Published : Jul 6, 2022, 11:36 AM IST

હૈદરાબાદઃ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બોલિવૂડના નવા લવબર્ડ્સ છે. બંનેએ હવે જાહેરમાં પોતાના પ્રેમ પર મહોર મારી દીધી છે. (Arjun Kapoor Malaika Arora Love Story) જ્યાં પહેલા કપલ ગુપ્ત રીતે એકબીજાની પોસ્ટ જોતા હતા, પરંતુ સોશિયલ મીડિયા પર ક્યારેય એક સાથે તસવીરો શેર કરી ન હતી. હવે બંને પોત-પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એકબીજાના ફોટા સજાવી રહ્યા છે. તાજેતરમાં, કપલે પેરિસમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. આ કપલે બર્થડે સેલિબ્રેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. હવે અર્જુને તેની લેડી લવ સાથે વધુ એક તસવીર શેર (Arjun Kapoor Malaika Arora Selfie) કરી છે.

આ પણ વાંચો:જાણો આ ગીતમાં એવું શું હતું કે કરવો પડ્યો મોટો ફેરફાર, ફિલ્મ નિર્માતાએ માંગી માંફી

અર્જૂન કપૂરે શેર કરી સેલ્ફી - અર્જુન કપૂરે પ્રેમિકા મલાઈકા અરોરા સાથે એક સેલ્ફી શેર કરી છે. તસવીર શેર કરતાં લખ્યું છે કે, 'એ સેલ્ફી વિથ ધ શોપાહોલિક'. ફોટોમાં મલાઈકા-અર્જુનના લુકની વાત કરીએ તો બંને ખૂબ જ શાનદાર અને સ્ટાઇલિશ ક્લાસી લુકમાં જોવા મળી રહ્યા છે. અર્જુન બ્લેક પેન્ટ અને બ્લુ ટી-શર્ટમાં શાનદાર દેખાઈ રહ્યો છે, જ્યારે મલાઈકા લીલા રંગના બ્લેઝર અને શોર્ટ્સમાં તબાહી મચાવી રહી છે.

આ પણ વાંચો:Kaali Movie Poster Controversy : યુપી બાદ દિલ્હીમાં પણ કાલી ફિલ્મને લઈને FIR

ચાહકો થયા ક્રેઝી - કપલની આ સુંદર સ્ટાઈલ જોઈને ચાહકો પણ ક્રેઝી થઈ ગયા છે અને કોમેન્ટ બોક્સ પર લાલ હાર્ટ વરસાવી રહ્યા છે. ફોટો જોઈને લાગે છે કે આ દિવસે તમે શોપિંગ રૂમમાં બેઠા છો. ફોટોના બેકગ્રાઉન્ડમાં ઘણી વસ્તુઓ દેખાઈ રહી છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે બંનેએ સાથે શોપિંગ કરતી વખતે આ સેલ્ફી લીધી છે.

ABOUT THE AUTHOR

...view details