મુંબઈઃ બોલિવૂડની બેસ્ટ ડાન્સર મલાઈકા અરોરા જેટલી તેના ડાન્સ પર પ્રભુત્વ ધરાવે છે, તેટલી જ તે પોતાના અંગત જીવનને લઈને પણ હેડલાઈન્સમાં રહે છે. ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન સાથે છૂટાછેડા કે અભિનેતા અર્જુન કપૂર સાથેના સંબંધો હોવા છતાં તેણે ક્યારેય ખુલીને વાત કરી નથી. અહેવાલ છે કે હવે તે તેની બહેન સાથે 'ઓરોરા સિસ્ટર્સ' (Malaika Arora show ) નામનો શો કરવા જઈ રહી છે. આ શોમાં અરબાઝ અને અર્જુન પણ જોવા (Arbaaz Khan And Arjun Kapoor In Arora Sisters) મળશે.
અરોરા સિસ્ટર્સ શોમાં ગેસ્ટ તરીકે જોવા મળશે અર્જુન કપૂર અને અરબાઝ ખાન
મલાઈકા અરોરા અને અમૃતા અરોરાનો શો (Malaika Arora show ) 'અરોરા સિસ્ટર્સ' ટૂંક સમયમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર પ્રસારિત થશે. અહેવાલ છે કે મલાઈકાનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર અને પૂર્વ પતિ અરબાઝ ખાન (Arbaaz Khan and Arjun Kapoor ) પણ આ શોમાં ગેસ્ટ તરીકે જોવા મળશે.
ઓરોરા સિસ્ટર્સ' નામનો શો: તમને જણાવી દઈએ કે શોમાં મજેદાર ગોસિપની સાથે સાથે ખૂબ મનોરંજન પણ હશે. મળતી માહિતી મુજબ, 'ચલ છૈયાં-છૈયાં' ગર્લ મલાઈકા ટૂંક સમયમાં તેની બહેન અમૃતા અરોરા સાથે એક શો લઈને આવવા જઈ રહી છે. 'ઓરોરા સિસ્ટર્સ' નામનો શો ડિઝની પ્લસ હોટસ્ટાર પર પ્રસારિત થશે.
અરબાઝ અને અર્જુન શોમાં: તમને જણાવી દઈએ કે અરબાઝ અને અર્જુન શોમાં અલગ-અલગ જોવા મળશે. બંને એપિસોડને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ સિવાય મલાઈકા અને અમૃતાના મિત્રો અને પરિવારજનો પણ શોમાં જોવા મળશે. નોંધનીય છે કે 'કૂલ બહેનો' અમૃતા અને મલાઈકાની અભિનય કારકિર્દી ખાસ રહી નથી, પરંતુ તેમની ફેશન સેન્સ અને કેમિસ્ટ્રીનો પડછાયો રહે છે.