ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

એઆર રહેમાને તેની પુત્રી ખતિજાના લગ્નનો વીડિયો કર્યો શેર - એઆર રહેમાનની પુત્રી ખતિજા રહેમાનના લગ્નનો વીડિયો

મ્યુઝિક ડાયરેક્ટર એઆર રહેમાને હાલમાં જ તેમની પુત્રી ખતિજા રહેમાનના લગ્નનો (ar rahman daughter khatija marriage ) એક વીડિયો શેર કર્યો છે. ખતિજાએ 6 મે 2022ના રોજ મંગેતર રિયાસદ્દીન શેખ મોહમ્મદ સાથે લગ્ન કર્યા હતા.

એઆર રહેમાને તેની પુત્રી ખતિજાના લગ્નનો વીડિયો કર્યો શેર
એઆર રહેમાને તેની પુત્રી ખતિજાના લગ્નનો વીડિયો કર્યો શેર

By

Published : Jun 14, 2022, 5:17 PM IST

હૈદરાબાદ: સંગીતના ઉસ્તાદ એ.આર. રહેમાનની પુત્રી ખતિજાએ મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિક અને ઓડિયો એન્જિનિયર રિયાસદ્દીન શેખ મોહમ્મદ સાથે લગ્ન (ar rahman daughter khatija marriage ) કર્યા હતા. આ કપલે 5 મેના રોજ ચેન્નાઈ, તમિલનાડુમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં માત્ર નજીકના પરિવાર અને પ્રિયજનોની હાજરી હતી.

આ પણ વાંચો:SSR ડેથ એનિવર્સરી: મૃત્યુના 11 દિવસ પહેલા સુશાંત સિંહ રાજપૂતે છેલ્લી ઈન્સ્ટા પોસ્ટમાં આ વ્યક્તિને યાદ કર્યા હતા

એઆર રહેમાને ઇન્સ્ટાગ્રામ પર તેની પુત્રીના લગ્ન (નિકાહ)નો એક વીડિયો શેર કર્યો (AR Rahman releases video) અને લખ્યું, "બે આત્માઓ એક થાય છે.

આ પણ વાંચો:ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'માં આયુષ્માન ખુરાના સાથે કઈ અભિનેત્રી જોવા મળશે

ઇન્સ્ટાગ્રામ પર નિકાહનો વીડિયો શેર: ખતીજા, જે ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે અને ધાર્મિક અને આધ્યાત્મિક બંને માનવામાં આવે છે, તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર નિકાહનો વીડિયો પણ શેર કર્યો. વિડિયો શેર કરતાં તેણે લખ્યું, "મારા દાદા દાદી અને અમારા પરિવારજનોની પ્રાર્થના અને આશીર્વાદ સાથે. આજના ખાસ દિવસે (5 મે) @riyasdeenriyan સાથે મારા પરિવાર અને મારી સૌથી પ્રિય ટીમના સમર્થન વિના આ શક્ય ન બન્યું હોત." , ખતિજા અને રિયાસદીન ગયા વર્ષે 29 ડિસેમ્બરે સગાઈ કરી હતી. ખતિજા ઉપરાંત, એઆર રહેમાન પુત્રી રહીમા અને પુત્ર અમીનના માતા-પિતા પણ છે.

ABOUT THE AUTHOR

...view details