અમદાવાદ: ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાન હાલમાં લંડનમાં આગામી તમિલ ફિલ્મ 'પોન્નિયીન સેલવન 2' માટે બેકગ્રાઉન્ડ સ્કોર પર કામ કરવામાં વ્યસ્ત છે. તેમણે ટ્વિટર પર રેકોર્ડિંગ સ્ટુડિયોની બહારથી પોતાની અને નિર્દેશક મણિરત્નમ સાથેની એક તસવીર શેર કરી છે. એઆર રહેમાને ખુલાસો કર્યો કે તે એબી રોડ સ્ટુડિયોમાં કામ કરી રહ્યા છે.
AR રહેમાન-મણિરત્નમની તસવીરે જગાવી ચર્ચા: પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર પોતાની અને મણિરત્નમની તસવીર શેર કરતા એઆર રહેમાને કેપ્શન આપ્યું કે 'PS2 in London.' આ તસવીર પર ફેન્સ તરફથી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું છે કે 'રહેમાન આરામ કર્યા વગર કેવી રીતે કામ કરી શકે છે ? ' તે જ સમયે અન્ય એક ચાહકે લખ્યું છે, 'શનિવારની રાત - ઓડિયો લોન્ચ. રવિવારની રાત - સૂફી કોન્સર્ટ. સોમવાર - તે લંડનમાં છે.
આ પણ વાંચો:Jee Rahe The Hum Teaser : સલમાન-પૂજાનું લવ સોન્ગ 'જી રહે થે હમ'નું ટીઝર થયું રિલીઝ