મુંબઈ:ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ સાથે ભારત આવી છે. ભારત આવતા પહેલા પ્રિયંકા ચોપરાએ બોલિવૂડને લઈને મોટો ખુલાસો કર્યો હતો. પ્રિયંકા ચોપરાએ આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવું કહીને હંગામો મચાવ્યો હતો કે, તે બોલિવૂડમાં રાજકારણથી કંટાળી ગઈ છે અને તેથી તેણે સિંગિંગ કરિયર માટે અમેરિકા જવાનું યોગ્ય માન્યું છે. પ્રિયંકાના આ ખુલાસા બાદ બોલિવૂડની ક્વીન કંગના રનૌતે સોશિયલ મીડિયા પર ફિલ્મ મેકર કરણ જોહર સામે મોરચો ખોલ્યો છે.
આ પણ વાંચો:Happy Birthday Shiku: જાનવી કપૂરે તેના અફવાવાળા બોયફ્રેન્ડને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ અહિં તસવીર
કલાકારો વિરુધ અભિયાન: કંગનાએ સ્પષ્ટ કહ્યું હતું કે, ''કરણ જોહર ગેંગના કારણે પ્રિયંકા ચોપરાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવી પડી હતી.'' હવે ફિલ્મ નિર્માતા અપૂર્વ અસરાનીએ બોલિવૂડનો પર્દાફાશ કર્યો છે. ફિલ્મ નિર્માતાએ જણાવ્યું કે, ''પ્રિયંકા ચોપરા વિરુદ્ધ જ નહીં પરંતુ સુશાંત સિંહ રાજપૂત વિરુદ્ધ પણ તેને બોલિવૂડમાંથી બહાર કાઢવા માટે એક મોટું અભિયાન ચલાવવામાં આવ્યું હતું.'' તાજેતરના ઈન્ટરવ્યુમાં અપૂર્વ અસરાનીએ કહ્યું છે કે, ''બોલીવુડમાં પરિવારવાદ ચરમસીમા પર છે. સારું તમે તમારી સાથે કામ કરવા માંગો છો, તેમને આગળ લઈ જવા માંગો છો. પરંતુ બહારના વ્યક્તિના પગ કેમ ખેંચો. દરેક વ્યક્તિની પોતાની પ્રતિભા હોય છે. કોઈની સામે આવું થવું એટલું સારું નથી. કારણ કે, તેનો અંત આઘાતજનક થાય છે.''
અભિયાન કેવી રીતે શરૂ થાય: અપૂર્વાએ કહ્યું, ''જ્યારે કોઈ અભિનેતા ફિલ્મ માટે ના પાડી દે છે. ત્યારે તેના અહંકારને ઠેસ પહોંચે છે અને તે મીડિયા દ્વારા તેની વિરુદ્ધ અભિયાન ચલાવવાનું શરૂ કરે છે. તે સમગ્ર ફિલ્મ ઉદ્યોગને નિયંત્રિત કરે છે અને કોઈપણ અભિનેતાની કારકિર્દીને બરબાદ કરવાની શક્તિ ધરાવે છે. મોટા પત્રકારો દ્વારા અભિનેતા વિરુદ્ધ લેખો લખવામાં આવે છે. એટલું જ નહીં, તેણે એ પણ ખુલાસો કર્યો કે બોલિવૂડમાંથી બહારના અભિનેતા માટે તેની સારી એક્ટિંગ અને ફિલ્મો સામે નેગેટિવ લખવામાં આવે છે અને આ બધું જ એક અભિનેતાની ઈમેજ બગાડવા માટે પૂરતું છે.''
આ પણ વાંચો:Hrithik Roshan and Saba Azad: હૃતિક અને સબાએ તેમના કપલ ફોટોશૂટ કરાવ્યું, ચાહકો આપી રહ્યાં છે પ્રતિક્રિયા
સુશાંત સિંહ રાજપૂત વિશે ખુલાસો: અપૂર્વાએ ખુલાસો કર્યો હતો કે, ''ફિલ્મ નિર્માતા અભિષેક કપૂરે સુશાંત સિંહ રાજપૂતની સ્થિતિને શ્રેષ્ઠ રીતે વર્ણવી હતી. ફિલ્મ નિર્માતાએ કહ્યું કે, તે એક નાજુક વ્યક્તિ છે અને પછી તેની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેની કારકિર્દી સાથે ખેલ કરવામાં આવ્યો. તેને સમગ્ર સિસ્ટમ દ્વારા સાઇડલાઈન કરવામાં આવ્યો. સુશાંતને એવોર્ડથી વંચિત રાખવામાં આવ્યો. તેની અગાઉની ફિલ્મે 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. તે ફિલ્મને ફ્લોપનું ટૅગ આપવામાં આવ્યું હતું. તે ખૂબ જ સમજદાર વ્યક્તિ હતો. તેના પર અંત સુધી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. તેના પર MeToo લાદવામાં આવ્યો હતો. પરંતુ આ બધું અમારી સામે થયા પછી પણ અમે જોઈ શક્યા નહીં.''