મુંબઈ: શાહિદ કપૂરના નાના ભાઈ ઈશાન ખટ્ટર સ્ટારર ફિલ્મ 'ફુરસુત'નું iPhone 14 Pro સાથે શૂટિંગ કરવામાં આવ્યું છે. આ એક શોર્ટ ફિલ્મ છે અને તેે 30 મિનિટની છે. ફિલ્મની સ્ટોરીમાં દમ છે અને તેના દ્રશ્યો મજેદાર રીતે શૂટ કરવામાં આવ્યા છે. તમને આ પહેલીવાર નથી કે, જ્યારે કંપનીએ આઈફોનથી શૂટ કરવામાં આવેલી ફિલ્મની પ્રશંસા કરી હોય અને તેની લિંક ટ્વિટર પર શેર કરી હોય. નોંધપાત્ર રીતે iPhone 14 Proની કિંમત 1,29,900 રૂપિયા છે અને આ વર્ઝન 48 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા સાથે લૉન્ચ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:Lata Mangeshkar Death Anniversary: લતા દીદીના નામે 30,000થી વધુ ગીતનો રેકોર્ડ
ટિમ કુક અને ફિલ્મ ફુરસત: દુનિયાની સૌથી મોંઘી મોબાઈલ ફોન બનાવતી કંપની Apple એ ગયા વર્ષે Apple iPhone 14 Pro લોન્ચ કર્યો હતો. જેની કિંમત 1 લાખ રૂપિયાથી વધુ છે. iPhone 14 Proની ખાસ વાત એ છે કે, તે સારી સિનેમેટોગ્રાફી તરફ દોરી શકે છે. બોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શક વિશાલ ભારદ્વાજે iPhone 14 Pro સાથે આખી ફિલ્મ 'ફુરસત' શૂટ કરી છે. જ્યારે એપલના CEO ટિમ કૂકે આ ફિલ્મ જોઈ ત્યારે તેમને આ ફિલ્મ જોઈને વિશ્વાસ થઈ ગયો અને તેણે તેના ઉગ્ર વખાણ કર્યા હતાં. આ ઉપરાંત તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે. આ અંગે તેમણે ટ્વીટ કર્યું છે.
આ પણ વાંચો:Sidharth Kiara Marriage: લગ્ન 6 ફેબ્રુઆરીએ નહીં થાય, રાતોરાત બદલ્યો પ્લાન
ફિલ્મ ફુરસત: ટિમના ટ્વીટ પર નિર્દેશક વિશાલ ભારદ્વાજે તેમનો આભાર માનતા લખ્યું છે, ''હું આ મોટી પ્રશંસા માટે આભારી છું. આઇફોન જેવી સુવિધા માટે મારા હૃદયથઈ આભાર.'' આ સાથે ટિમ કુકે હાલમાં જ વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'ફુરસત' જોઈ અને તેના પર પોતાની શાનદાર પ્રતિક્રિયા આપી છે. આ અંગે તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, ''તમે નિર્દેશક વિશાલ ભારદ્વાજની આ સુંદર બોલિવૂડ ફિલ્મ જોવી જોઈએ. શું થઈ શકે છે, જ્યારે તમે ભવિષ્ય જોશો. ખૂબ જ સારી સિનેમેટોગ્રાફી અને કોરિયોગ્રાફી, તમામ સીન આઈફોનથી શૂટ કરવામાં આવ્યા છે.'' ટિમ કુકે આ ટ્વીટ સાથે ફિલ્મની યુટ્યુબ લિંક પણ શેર કરી છે.