મુંબઈ:બોલિવુડની સુંદર અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના પતિ ક્રિકેટર વિરાટ કોહલી સાથે ફરી એક વાર પાપારાઝીના નજરમાં આવી હતી. અનુષ્કા શર્મા વિરાટ કોહલી સાથે ફુલ સ્ટાઈલિશ લુકમાં જોવા મળી હતી. ઘણા સમય પછી અનુષ્કા વિરાટ સાથે જોવા મળી હતી. આ કપલ એરપોર્ટ પર પેપ્સની સામે સુંદર પોઝ આપતું જોવા મળ્યું હતું. અનુષ્કા-વિરાટનો આ લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા સમય પછી અનુષ્કા વિરાટ સાથે જોવા મળી હતી.
Anushka Sharma: અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે એરપોર્ટ પર જોવા મળી, જુઓ વીડિયો - અનુષ્કા શર્મા વિરાટ કોહલી
બોલિવુડની અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીનો વીડિયો સામે આવ્યો છે. 'રબને બનાદી જોડી' ફેમ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પોતાના પતિ વિરાટ કોહલી સાથે એરપોર્ટ પર જોવા મળી હતી. આ કપલને જોઈ ચાહકો સુંદર કોમેન્ટ કરી રહ્યાં છે.
અનુષ્કા-વિરાટનો સ્ટાઈલિશ લુક: એરપોર્ટ પર અનુષ્કા વ્હાઈટ ટી-શર્ટ અને બ્લુ જેકેટમાં જોવા મળી હતી. અનુષ્કાએ બ્લેક કાર્ગો પેન્ટ પહેર્યું છે. આ દરમિયાન તેમના ડાર્ક સનગ્લાસ દેખાવમાં વધારો કરી રહ્યાં હતાં. આ વીડિયોમાં અનુષ્કા-વિરાટને જોઈને ચાહકોના ચેહરા ખીલી ઉઠ્યા હતા. ચાહકો આ સુંદર કપલ પર પ્રેમનો વરસાદ કરી રહ્યાં છે. બીજી બાજુ વિરાટએ કોહલી વ્હાઈટ લુક પસંદ કર્યો હતો. વિરાટે વ્હાઈટ ટી-શર્ટ અને પેન્ટ પહેર્યું હતું. આ દરમિયાન તેમણે રાઉન્ડ શેપના સનગ્લાસ પહેર્યા હતા. આ ઉપરાંત પીચ કલરની એક કેપ પણ પહેરી હતી.
અનુષ્કા શર્માનો વર્કફ્રન્ટ: અનુષ્કા શર્માના લગ્ન થાય બાદ ફિલ્મ ઉદ્યોગમાં ખુબ જ ઓછી જોવા મળે છે. અનુષ્કા પતિ વિરાટ સાથે સુખી લગ્ન જીવન જીવી રહી છે. આ દંપતિને એક પુત્રી પણ છે. અનુષ્કા શર્મા છેલ્લે શાહરુખ ખાનની ફિલ્મ 'ઝીરો'માં જોવા મળી હતી. કોરોના કાળ પછી અનુષ્કા તેમના હોમ પ્રોડક્શનમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ 'કાલા'માં જોવા મળી હતી. અનુષ્કા તેમની બાયોપિક 'ચકદા એક્સપ્રેસ'માં મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ ક્રિકેટર ઝુલન ગોસ્વામીની ભૂમિકામાં જોવા મળશે.