મુંબઈઃબોલિવૂડની સુંદર અભિનેત્રી અનુષ્કા શર્મા કાન્સમાં ડેબ્યું કરશે કે નહિં તેની ચર્ચા વધી ગઈ હતી. કારણ કે, આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023 એ તારીખ 27 મે ના રોજ સમાપ્ત થશે. આજે કાન્સનો છેલ્લો દિવસ હતો, ત્યારે ગઈકાલે રાત્રે અનુષ્કાએ તેમના કાન્સ ડેબ્યૂથી ચાહકોને ચોંકાવી દીધા હતા. અભિનેત્રીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું હતું. અહીં અભિનેત્રી સુંદર સફેદ ડ્રેસમાં જોવા મળી હતી. અનુષ્કા શર્મા આ પહેલા સ્ટાર ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે લંડન ગઈ હતી.
cannes 2023: અનુષ્કાની કાન્સમાં એન્ટ્રી, રેડ કાર્પેટ પર ધૂમ મચાવી - અનુષ્કા શર્મા કાન્સ
બોલિવુડની સુંદર અભિનેત્રી અનુષ્કા શર્માએ તારીખ 26 મેની રાત્રે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં પહેલીવાર ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીની સુંદર તસવીરો અહીંથી સામે આવી છે. અનુષ્કા શર્મા કાન્સમાં ભાગ લેશે કે નહિં તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું હતું. અભિનેત્રીની કાન્સની તસવીર સામે આવતા ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
અનુષ્કા શર્મા કાન્સ: અનુષ્કા ગઈ કાલે રાત્રે લંડનથી સીધી કાન્સ પહોંચી અને રેડ કાર્પેટ પર સફેદ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી. અનુષ્કા શર્મા અહીં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે તે પોતાની સુંદર સ્ટાઈલથી ચાહકોના દિલમાં જગા બનાવવામાં સફળ રહી. અનુષ્કા શર્મા કાન્સમાં બ્યુટી બ્રાન્ડ લોરિયલ પેરિસનું પ્રતિનિધિત્વ કરી રહી છે. આ લોકોએ અનુષ્કા શર્માને કાન્સ માટે તૈયાર કરાવવા માટે ખરેખર સખત મહેનત કરી છે.
અનુષ્કા શર્માનો લુક:આ દરમિયાન અનુષ્કા કાન્સમાં આયોજિત ઇવેન્ટમાં પિંક ડ્રેસમાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ બ્યુટિફુલ લાગી રહી છે. આજે એટલે કે તારીખ 27 મે એ 16 મેથી શરૂ થયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો છેલ્લો દિવસ છે. આ વર્ષે અનુષ્કા શર્મા, સની લિયોન, મૃણાલ ઠાકુર, ઈશા ગુપ્તા અને સારા અલી ખાન સહિત ઘણી અભિનેત્રીઓએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પદાર્પણ કર્યું છે. આ તમામ અભિનેત્રીઓએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતપોતાની શૈલીમાં ઝલક બતાવી છે.