હૈદરાબાદ: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma And Virat Kohli) આ દિવસોમાં પતિ વિરાટ કોહલી સાથે IPLમાં ધૂમ મચાવી રહી છે. અનુષ્કા વિરાટની ટીમની મેચ જોવા સ્ટેડિયમ પહોંચી હતી. આ દરમિયાન અનુષ્કાએ પણ ઓસ્ટ્રેલિયાના ખેલાડી ગ્લેન મેક્સવેલના લગ્નના ફંક્શનમાં (Wedding Function) હાજરી આપી હતી, જ્યાંથી અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી હતી.
આ પણ વાંચો:બોલિવૂડની આ અભિનેત્રીએ બાળપણની શેર કરી તસવીર, શું તમે ઓળખો છો...
ઓસ્ટ્રેલિયા મેક્સવેલે ભારતીય યુવતી સાથે કર્યા લગ્ન :મેક્સવેલે તાજેતરમાં ભારતીય યુવતી વિની રમન સાથે લગ્ન કર્યા છે. આ પાર્ટીમાં અનુષ્કા અને વિરાટ પણ પહોંચ્યા હતા. આ ફંક્શનમાં વિરાટે પુષ્પા ફિલ્મના સુપરહિટ આઈટમ સોંગ 'ઓ અંટવા' પર ડાન્સ પણ કર્યો હતો. અનુષ્કા શર્માએ આ પાર્ટીની 2 સુંદર તસવીરો શેર કરી છે. આ પાર્ટીમાં અનુષ્કા અને વિરાટ એથનિક ટ્રેડિશનલ લુકમાં પહોંચ્યા હતા. ફોટોમાં તમે જોશો કે અનુષ્કાએ પિંક કલરનો સૂટ પહેર્યો છે અને વિરાટે બ્લૂ કલરનો કુર્તો અને વ્હાઇટ કલરનો પાયજામા પહેર્યો છે.