મુંબઈઃ દેશના વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકર આજે તેમનો 68મો જન્મદિવસ (s jaishankar birthday) ઉજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે દેશની તમામ હસ્તીઓએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પીઢ અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી (Anupam Kher birthday wish S Jaishankar) છે. તેમણે સોશિયલ મીડિયા પર એક તસવીર સાથે સુંદર કેપ્શન પણ પોસ્ટ કર્યું છે.
આ પણ વાંચો:અમૃતા ફડણવીસે નવા રિલીઝ થયેલા ગીત મૂડ બનાલિયા પર કર્યો ડાન્સ
અનુપમે પાઠવી શુભેચ્છા: અનુપમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા, તેમણે લખ્યું 'જયશંકર જી! તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન તમને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે. તમે ભારતના વિદેશ પ્રધાન તરીકે અદ્ભુત અને શક્તિશાળી કામ કરી રહ્યા છો અને કેટલીકવાર જ્યારે તમે કેટલાક લોકોને ભારતનું સત્ય કહો છો, ત્યારે તે ખૂબ જ આરામદાયક છે! જય હો. આ સાથે તેણે હેશટેગની સાથે હેપ્પી બર્થ ડે, વિદેશ પ્રધાન, સ્ટ્રોંગ, ટુ ધ પોઈન્ટ તેમજ બ્રિલિયન્ટ લખ્યું છે.