મુંબઈ:બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનને લઈ ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોમવારે સાંજે સલમાન ખાન આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટ્રેલર રિલીઝ કરવાના કામકાજમાં વ્યસ્ત હતાં. સલમાન ખાનને ઈ-મેલ દ્વારા ધમકીભર્યો પત્ર મળ્યાના દિવસો પછી, મુંબઈ પોલીસને તારીખ 10 એપ્રિલના રોજ રાજસ્થાનના એક વ્યક્તિનો ફોન આવ્યો છે. જેણે આ મહિનાના અંતમાં સુપરસ્ટારને મારી નાખવાની ધમકી આપી છે. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:KKBKKJ Trailer Launch: સલમાને કહ્યું, 'મૂવ ઓન કર જાઓ, જેના પર શેહનાઝે આપ્યો આ જવાબ
અભિનેતાને મારી નાખવાની ધમકી: મુંબઈ પોલીસને રાજસ્થાનના જોધપુરના રોકીભાઈ તરીકે ઓળખાવનાર વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેણે તારીખ 30 એપ્રિલે અભિનેતાને મારી નાખવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, ''ગઈકાલે પોલીસ કંટ્રોલ રૂમમાં મળેલા કોલમાં, રાજસ્થાનના જોધપુરના રોકીભાઈ તરીકે ઓળખાવતા એક વ્યક્તિએ તારીખ 30 એપ્રિલે અભિનેતા સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. વધુ તપાસ ચાલુ છે." કરનારે પોતાની ઓળખ રાજસ્થાનના જોધપુરના રોકીભાઈ તરીકે આપી હતી.