અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020, 2021 અને 2022 માટે વિવિધ શ્રીણીમાં પારિતોષિક અને રોકડ પુરસ્કાર માટે પસંદગી પામનાર શ્રેષ્ઠ ચલચિત્રો તેમજ શ્રેષ્ઠ કલાકાર કસબીઓની યાદી જાહરે કરવામાં આવી છે. શ્રેષ્ઠ દિગ્દર્શક અને દ્વિતીય દિગ્દર્શક એવોર્ડ. આ ઉપરાંત શ્રેષ્ઠ કલા દિગ્દર્શન, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ સહાયક અભિનેતા, શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી, શ્રેષ્ઠ બાળ કાલાકર, શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકા, શ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકા, દ્વિતીય પાર્શ્વ ગાયક, દ્વિતીય પાર્શ્વ ગાયિકા, શ્રેષ્ઠ છબીકલા, શ્રેષ્ઠ ડીઝાઈનર જેવી વિવિધ કેટેગરીમાં એવોર્ડ માટે નામંકનો જાહેર કરવામાં આવ્યા છે.
પારિતોષિક પુરસ્કારો-કેટેગરી: અન્ય પરિતોષિકોની વાત કરીએ તો, શ્રેષ્ઠ ચલચિત્ર નર્માતાની કેટેગરીમાં, શ્રેષ્ઠ ચલચિત્ર દગ્દર્શકની કેટેગરીમાં, દ્વિતીય શ્રેષ્ઠ ચલચિત્ર નિર્માતાની કેટેગરીમાં દ્વિતીય શ્રેષ્ઠ ચલચિત્ર દિગ્દર્શકની કેટેગરીમાં, ગુજરાતી સાહિત્ય પર આધારિત શ્રેષ્ઠ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શકની કેટેગરી, શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ એવોર્ડ નિર્માતા અને દિગ્દર્શકની કેટેગરી, મહિલા સશક્તિકરણ અંગેની શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ નિર્માતા અને દિગ્દર્શકની કેટેગરી, શ્રેષ્ઠ બાલચિત્ર એવોર્ડ નિર્માતા અને દિગ્દર્શકની કેટેગરી, દ્વિતીય શ્રેષ્ઠ બાળ ફિલ્મ એવોર્ડ નિર્માતા અને દિગ્દર્શકની કેટેગરીમાં નામાંકનો જાહેર થયેલા છે.
2020-2021 માટે પસંદગી પામેલ શ્રેષ્ઠ એવોર્ડ: ગુજરાતી ફિલ્મોના ત્રણ વર્ષના કુલ 110 એવોર્ડની યાદી જાહરે કરવામાં આવી છે. જેમાં વર્ષ 2020ના એવોર્ડની વાત કરીએ તો, શ્રેષ્ઠ ફિલ્મ- 'લવની લવ સ્ટોરી', શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ- 'ગોળ કેરી', શ્રેષ્ઠ અભિનેતા- મલ્હાર ઠાકર (ફિલ્મ - 'ગોળ કેરી') અને શ્રેષ્ઠ અભિનેત્રી- કિંજલ રાજપ્રિયા(ફિલ્મ - 'કેમ છો ?')નું નામ સામેલ છે. વર્ષ 2021ના એવોર્ડમાં શ્રેષ્ઠ ફિલ્મ- 'કોઠી 1947', શ્રેષ્ઠ લોપ્રિય ફિલ્મ - 'દીવા સ્વપ્ન', શ્રેષ્ઠ અભિનેતા- આદેશસિંઘ તોમર(ફિલ્મ-'ડ્રામેબાજ') અને શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ ડેનિશા ગુમરા (ફિલ્મ- 'ભારત મારો દેશ છે')ની પસંદગી થઈ છે.
2022 માટે પસંદગી પામેલ શ્રેષ્ઠ એવોર્ડ: વર્ષ 2022ના એવોર્ડમાં શ્રેષ્ઠ ચલચિત્ર ઓવોર્ડ માટે 'ઓમ મંગલમ સિંગલમ'નો સમાવેશ થાય છે. શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ- ફક્ત મહિલાઓ માટે, શ્રેષ્ઠ અભિનેતા - યશ સોની(ફિલ્મ- ફક્ત મહિલાઓ માટે), શ્રેષ્ઠ અભિનેત્રી-આરોહી પટેલ(ફિલ્મ-ફક્ત મહિલાઓ માટે)ની પસંદગી થઈ છે. વર્ષ 2022માં શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મ, દ્વતીય દસ્તાવેજી ફિલ્મ, શ્રેષ્ઠ ટી.વી. દસ્તાવેજી ફિલ્મ, અને દ્વતીય શ્રેષ્ઠ ટી.વી. દસ્તાવેજી ફિલ્મ એવોર્ડ નિર્માતાની કેટેગરીમાં પસંદગી પામેલ નથી.