મુંબઈ: 'પવિત્ર રિશ્તા' ફેમ અભિનેત્રી અંકિતા લોખંડેના ઘરમાં શોકનો માહોલ છવાયો છે. અભિનેત્રીએ શિનવારે પોતાના પિતા શશિકાંતને ગુમાવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શશિકાંત ઘણા સમયથી બીમાર હતા. શશિકાંત લોખંડેની તબિયત છેલ્લે બે મહિનાથી સારી ન હતી. જો કે, તેમના મૃત્યુનું કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. શશિકાંત લોખંડેના રવિવારે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
અંકિતા લોખંડેના પિતાનુ અવસાન: અંકિતાએ તેમની માતા વંદના, ભાઈ અર્પણ અને પતિ વિકી જૈન સાથે તેમના પિતાને અંતિમ વિદાય આપી હતી. અંકિતાએ તેમના ભાઈ સાથે અંતિમ સંસ્કાર કર્યા હતાં. એટલું જ નહિં તેમણે તેમના પિતા શ્રી લોખંડેની અર્થીને પણ ખભો આપ્યા હતો. શ્રદ્ધા આર્ય, નંદિશ સંધુ જેવી હસ્તીઓ લોખંડે પરિવારના ઘરે પહોંચ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો.
અંતિમ સંસ્કારનો વીડિયો સામે આવ્યો: અંકિતા લોખંડેના પિતાના અંતિમ સંસ્કારનો વીડિયો સામે આવ્યો છે. વીડિયમાં અંકિતા તેના પિતાની અર્થીને ખભો આપતી જોવા મળે છે. જ્યારે અન્ય વીડિયોમાં તે તેમના પતિ અને પરિવાર સાથે જોવા મળે છે. આ બધાની વચ્ચે એક એવો વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઈને તેમના ફેન્સ ભાવુક થઈ ગયા છે. તેમના પિતાના અંતિમ સંસ્કાર દરમિયાન અંકિતા પતિ વિકી જૈનને ગળે મળીને રડી રહી છે.
શ્રદ્ધા આર્ય-તુષાર ટંડન અંકિતા લોખંડેના ઘરે પહોંચ્યા હતા: અભિનેત્રી અંકિતા લોખંડેના પિતા શશિકાંત લોખંડેનું 68 વર્ષની વયે નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર રવિવારે ઓશિવારા સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર પહેલા અંતિમ દર્શન કરવા અંકિતાના મુંબઈના ઘરે શ્રદ્ધા આર્ય, તુષાર ટંડન સહિતની હસ્તીઓ પહોંચી હતી.
- Sridevi Birthday: શ્રીદેવીનો 60મો જન્મદિવસ, આ પ્રસંગે ગુગલે અભિનેત્રીની તસવીરનું લગાવ્યું શાનદાર ડૂડલ
- Sridevi Birthday: શ્રીદેવીનો 60મો જન્મદિવસ, આ અવસરે પતિ બોનિ કપૂરે થ્રોબેક તસવીર કરી શેર
- Vyjayanthimala Birthday: શું આપ જાણો છો હિન્દી સિનેમાની સૌપ્રથમ મહિલા સુપરસ્ટાર વિશે ?