આંધ્ર પ્રદેશ: મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે થયા બાદ તેઓ સતત મંદિરોના પ્રવાસે છે. ત્યારે ભાવિ અર્ધાંગીનિ સાથે અનંત અંબાણીએ આંધ્ર પ્રદેશના તિરુમાલા શ્રીવારી મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું અને દર્શનની વ્યવસ્થા કરી હતી.
તિરુમાલા શ્રીવારી મંદિરની મુલાકાત લીધી:મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે પરંપરાગત વિધિ સાથે થઈ હતી. સગાઈ થયા બાદ તેઓ સતત મંદિરોની મુલાકાત લઈ રહ્યા છે. અને ભગવાનના દર્શન કરીને તેમના આશિર્વાદ મેળવી રહ્યા છે. ત્યારે તેઓએ આંધ્ર પ્રદેશના તિરુમાલા શ્રીવારી મંદિરની મુલાકાત લીધી હતી. તેઓએ સ્વામીની અર્ચના સેવામાં ભાગ લીધો. જ્યારે વિદ્વાનોએ વૈદિક આશીર્વાદ આપ્યા હતા. મંદિરના અધિકારીઓએ તેમને રેશમના કપડાથી સન્માનિત કર્યા હતા અને ભગવાનના તેરધાનો પ્રસાદ આપ્યો હતો.
આ પણ વાંચો:અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે કરી સગાઈ, જાણો ભાવિ અંબાણી વહુ વિશે
ભાવિ અર્ધાંગીનિ સાથે અનંત અંબાણી મંદિરોના પ્રવાસે:આ પહેલા પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા ભુવનેશ્વર પહોંચ્યા હતા. પુરી પહોંચીને તેમણે જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી અને ભગવાનના આશીર્વાદ લીધા હતા. ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પુરી જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને અનંત અંબાણીના સરળ દર્શન માટે વિસ્તૃત વ્યવસ્થા કરી હતી.
આ પણ વાંચો:જામનગર : વિશ્વનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય રિલાયન્સ દ્વારા નિર્માણ પામશે
અંબાણી પરિવારને ભગવાનમાં ખૂબ શ્રદ્ધા:ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અનંત અંબાણીની સગાઈ વીરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે ખૂબ જ ધામધૂમથી થઈ હતી. તેમની સગાઈ સમારોહમાં બોલિવૂડ અને ક્રિકેટરો સહિત તમામ મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. અંબાણી પરિવારને ભગવાન જગન્નાથમાં ખૂબ શ્રદ્ધા છે અને તેઓ વિવિધ પ્રસંગોએ ભગવાન જગન્નાથના દર્શન કરવા આવતા રહે છે.
તમને જણાવી દઈએ કે અગાઉ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી આંધ્ર પ્રદેશના તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વર મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. અંબાણીની સાથે તેમના પુત્ર અનંતની મંગેતર રાધિકા મર્ચન્ટ અને રિલાયન્સ રિટેલ લિમિટેડના ડિરેક્ટર મનોજ મોદી પણ હતા.