મુંબઈ: મીડિયા રોપોર્ટ્સ અનુસાર દેશાના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એક બાયોપિક બનવા જઈ રહી છે. વડા પ્રધાનાની બોયપિક પર હાલમાં કામ ચાલી રહ્યું છે. પીએમ મોદીની બાયોપિકમાં અન્ય કોઈ નહિં પરંતુ બોલિવુડના પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન ભૂમિકામાં જોવા મળશે. આ બાયોપિક અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સ્ટારર 'ટોયલેટ એક પ્રેમ કથા'ના ફિલ્મ નિર્માતા બનાવી રહ્યાં છે. તો ચાલો આ બાયોપિક વિશે વધુમાં જાણકારી મેળવીએ.
અમિતાભ બનશે PM: મશહૂર ફિલ્મ પ્રોડ્યૂસર પ્રેરણા અરોરા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બોયોપિકને લઈને ખુબ જ મોટી તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર PM મોદીની બાયોપિકમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને PM મોદીના રુપમાં રજુ કરવાની તૈયારી કરી રહી છે. પ્રેરણા પીએમ મોદીના વ્યક્તિત્ત્વથી ખુબ જ પ્રભાવીત છે અને તેમની બાયોપિક પર કામ કરી રહી છે. પ્રોડ્યૂસરનું કહેવું છે કે, પીએમ મોદીની ભૂમિકા અમિતાભ બચ્ચનથી સારું અન્ય કોઈ ભજવી ન શકે.
નરેન્દ્ર મોદીની બાયોપિક: રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદીની બાયોપિકમાં તેમના જીવનના ઘણા પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવશે. બાયોપિકમાં પીએમ મોદીના રાજકીય કેરિયર, ઉપરાંત તેમની વિદેશ નિતી અને આર્થિક વિકાસ પર પ્રકાશ પાડવામાં આવશે. આ સાથે કોવિડ 19ના લીધે દેશ અને વિદેશમાં લગાવવામાં આવેલા લોકડાઉનમાં તેમની ભૂમિકા પણ આવરી લેવામાં આવશે. પરંતુ હજુ સુધી આ બોયોપિક અંગે સત્તાવાર જાણકારી પ્રાપ્ત થઈ નથી.
અભિનેતાનો આગામી પ્રોજેક્ટ: બોલિવુડના મહાનાયક અમિતાબ બચ્ચનની વાત કરીએ તો, તેઓ હાલમાં ફિલ્મ 'પ્રોજેક્ટ કે'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પાદુકોણ સહિત કમલ હાસન જોવા મળશે. આ ફિલ્મનું નવું ટાઈટલ 'કલ્કી 2898 AD' છે. આ ફિલ્મ વર્ષ 2024માં રિલીઝ થશે. નોંધનિય છે કે, પીએમ મોદી પર પહેલા પણ એક બયોપિક બની હતી, જેમાં પીએમ મોદીની ભૂમિકા અભિનેતા વિવેક ઓબેરોયે ભજવી હતી.
- Filmfare Mo U : જાન્યુઆરી 2024માં ગુજરાતમાં યોજાશે ફિલ્મ ફેર એવોર્ડઝ, સરકારનું આવું છે આયોજન
- 3 Ekka Trailer: મલ્હાર ઠાકર યશ સોની સ્ટારર '3 એક્કા'નું ટ્રેલર આઉટ, ફિલ્મ 18 ઓગસ્ટે રિલઝ થશે
- Project K: પ્રભાસે 'પ્રોજેક્ટ કે'માં પોતાની ભૂમિકા વિશે ખુલાસો કર્યો, જાણો ફિલ્મનું નવું ટાઈટલ