હૈદરાબાદ: મહાન અભિનેતા અમિતાભ બચ્ચન જેઓ 11 ઓક્ટોબરે એક્યાશી વર્ષના થઈ ગયા છે. અમિતાભ તેમના ચાહકો માટે કોઈ દિવ્ય વ્યક્તિથી ઓછા નથી. ત્યારે તેંના ખાસ દિવસના અવસર પર ફેન્સ અભિનેતા માટે કેક અને ભેટ સાથે તેના મુંબઈમાં તેમના ઘર જલસાના દરવાજા પર એકઠા થયા હતાં. બિગ બીએ તેઓનું અભિવાદન કર્યું હતું અને શુભેચ્છાઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં હાથ જોડ્યાં હતાં. અમિતાભ બચ્ચને ગુરુવારે અમિતાભે જન્મદિવસની શુભેચ્છાઓ બદલ તેમના ચાહકો અને શુભેચ્છકોનો આભાર માનતી એક મીઠી પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર મૂકી છે.
કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરી : 81 વર્ષના મેગાસ્ટારે ઇન્સ્ટાગ્રામ પર કોલાજ પિક શેર કર્યો છે અને તેમના ચાહકો અને શુભેચ્છકોનો તેમના પ્રેમ અને પ્રશંસા બદલ આભાર માન્યો છે. મહાનાયક અમિતાભે તેમાં કહ્યું કે તે ચાહકો તરફથી મળેલા પ્રેમ અને સમર્થન માટે અનંત કૃતજ્ઞતાથી ભરપૂર છે અને તેનું ઋણ ચૂકવવું અશક્ય છે. કોલાજની સાથે અમિતાભે કેપ્શનમાં લખ્યું છે કે, " આ પ્રેમ અને સ્નેહ તેને ચૂકવવાના કોઈપણ પ્રયાસથી પર છે.આશીર્વાદ અને અનંત કૃતજ્ઞતાથી ભરપુર છું."
ફેન્સને હાથ જોડી આભાર માન્યો : કોલાજ પિકમાં દેખાય છે તેમ અમિતાભ બચ્ચનના ચાહકો તેમના જલસા નિવાસસ્થાનની બહાર મોટી સંખ્યામાં લાંબી કતારમાં બેનર સાથે ઉભા છે જેમાં લખ્યું છે, "હેપ્પી બર્થડે શ્રી અમિતાભ બચ્ચન સર." અમિતાભ પરંપરાગત પોશાકમાં જોઈ શકાય છે અને તેઓ હાથ જોડીને પ્લેટફોર્મ પર ઉભા છે. આ તસવીરમાં કેટલાક લોકો તેમના મોબાઈલ ફોનમાં આ ક્ષણને કેપ્ચર કરતા પણ દર્શાવાયાં છે.
અમિતાભની આગામી ફિલ્મો :વર્ક ફ્રન્ટ પર પીઢ અભિનેતા ડિસ્ટોપિયન એક્શન થ્રિલર ગણપથમાં દેખાવા માટે તૈયાર છે. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અમિતાભના હાથમાં દ્વિભાષી સાયન્સ ફિક્શન એક્શન મૂવી કલ્કી 2898 એડી પણ છે, જે આવતા વર્ષે રિલીઝ થવાની છે.
- HBD BIG B: જન્મદિવસ પર બિગ બી સુરતના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા, ચાહકોને કેક કાપવાની કેમ ના પાડી, જાણો
- KBC Participant : જૂનાગઢની વિદ્યાર્થિનીએ મહાનાયક બચ્ચન સામે કેબીસીમાં હોટ સીટ પર બેસીને જૂનાગઢને અપાવ્યું ગૌરવ
- Amitabh Bachchan: 'ભારત કે ઈન્ડિયા'ની ચર્ચામાં બિગ બી કુદી પડ્યા, લખ્યું- 'ભારત માતા કી જય'