હૈદરાબાદ: 'ભારત કે ઈન્ડીયા' 2024ની સામાન્ય ચૂંટણી પહેલા દેશના નામકરણ પર જોરદાર રાજકીય ચર્ચા ચાલી રહી છે. પક્ષો અને વિપક્ષો દેશ 'ભારત અને ઈન્ડિયા'ના નામકરણની ચર્ચામાં જોડાઈ ગયા છે. ત્યારે હવે હિન્દી ફિલ્મ ઉદ્યોગના પીઢ અભિનેતા અમિતાભ બચ્ચનનું નામ પણ જોડાય ગયું છે. બિગ બીએ સોસિયલ મીડિયા પર આ અંગે એક પોસ્ટ શેરી છે. પોસ્ટ જોઈ એવું લાગે છે કે, બિગ બીએ ભારતના નામ બદલવાની તરફેણમાં તેમનું સમર્થન દર્શાવ્યું છે.
Amitabh Bachchan: 'ભારત કે ઈન્ડિયા'ની ચર્ચામાં બિગ બી કુદી પડ્યા, લખ્યું- 'ભારત માતા કી જય' - ભારત માતા કી જય
દેશનું નામ 'ભારત કે ઈન્ડિયા' આ અંગે જોરદાર ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે તાજેતરમાં સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હવે 'ભારત કે ઈન્ડીયા' આ ચર્ચામાં આવી ગયા છે. બીગ બીએ પોતાના X નામના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. હવે અભનેતા તેમની પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર ઘેરાઈ ગયા છે.
Published : Sep 5, 2023, 5:13 PM IST
ભારત કે ઈન્ડિયા જોરશોરથી ચાલી રહેલી ચર્ચ: દેશના 'ભારત કે ઈન્ડિયા'ના નામકરણને લઈ બોલિવુડના પીઢ અભિનેતા અમિતાભ બચ્ચને X નામાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, ''ભારત માતા કી જય.'' 'ભારત કે ઈન્ડિયા' વચ્ચેની આ જોરશોરથી ચાલી રહેલી ચર્ચમાં અમિતાભ બચ્ચને તેમની પોસ્ટ સાથે સંબંધિત છે કે કેમ તે અંગે કોઈ સંકેત આપ્યો નથી, પરંતુ તેમની પોસ્ટને પક્ષ-વિપક્ષ વચ્ચેની આ ચર્ચા સાથે જોડવામાં આવી રહી છે.
અમિતાભ બચ્ચ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ: નોંધનિય છે કેે, દેશનું ગૌરવ એવા બિગ બીની આ પોસ્ટમાં ડાબી બાજુ ત્રિરંગો અને જમણી બાજુ લાલ લહેરાવતો ધ્વજ ઉમેરવામાં આવ્યો છે. હવે બિગ બીની પોસ્ટે જોર પકડ્યું છે અને યુઝર્સ તેમની પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ''એક ભારત શ્રેષ્ટ ભારત, અખંડ ભારત.'' કેન્દ્ર સરકારે તારીખ 18 થી 20 સ્પપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ સત્રમાં ઘણા વિશેષ બિલોને મંજૂરી મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'ભારત કે ઈન્ડિયા'ના પ્રસ્તાવને પણ એજન્ડામાં સામેલ કરી શકે છે.