મુંબઈઃ જો તમે પીઢ અભિનેતા અમિતાભ બચ્ચનના ચાહક હોય તો, તમારા માટે આવ્યાં છે ખુશીના સમાચાર.બોલિવૂડના બાદશાહ અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચન જલ્દી સ્વસ્થ થયા બાદ પોતાની ફિલ્મનુ શૂટિંગ કરશે. તે પોતાની ફિલ્મને સમયસર પૂર્ણ કરવાનો પૂરો પ્રયાસ કરશે. આ માટે અમિતાભ બચ્ચને પોતે સોશિયલ મીડિયા દ્વારા તેમના સ્વાસ્થ્ય વિશે ચાહકોને નવીનતમ માહિતી આપી છે અને આ મુશ્કેલ સમયમાં લોકોની પ્રાર્થના માટે આભાર વ્યક્ત કર્યો છે.
Amitabh Bachchan: અમિતાભ બચ્ચને સ્વાસ્થ્ય અંગે આપી માહિતી, ટૂંક સમયમાં શૂટિંગ પર પાછા ફરશે - દીપિકા પાદુકોણ
હિન્દી સિનેમાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ચાહકો માટે સોશિયલ મીડિયા પર આપ્યા છે ખુશીના સમાચાર. અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં નાગ અશ્વિનની ફિલ્મ 'પ્રોજેક્ટ K'ના શૂટિંગ પર પાછા ફરવાના છે. અમિતાભે સંકેત આપ્યો છે કે, ફિલ્મ સમયસર રિલીઝ કરવા માટે તેઓ ટૂંક સમયમાં શૂટિંગ માટે હાજર થશે.
અમિતાભ શૂટિંગ માટે રેડી: અમિતાભ બચ્ચન જ્યારે હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે ફિલ્મ 'પ્રોજેક્ટ k' માટે એક એક્શન સીન ફિલ્માવતી વખતે ઘાયલ થયા હતા. તે સમયે જણાવવામાં આવ્યું હતું કે, ઈજાને કારણે અમિતાભની જમણી પાંસળી ફાટી ગઈ હતી. જેના કારણે તેમને પીડા સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો અને તરત જ શૂટિંગ કેન્સલ કરવું પડ્યું હતું. હિન્દી સિનેમાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આ પહેલા પણ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણી વખત ઘાયલ થયા છે. ઈજા બાદ અમિતાભ બચ્ચનને સીટી સ્કેન માટે હૈદરાબાદની AIG હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેઓ ડૉક્ટરોની સલાહ પર આરામ કરવા મુંબઈમાં તેમના ઘરે પરત ફર્યા હતા.
ફિલ્મ પ્રોજેક્ટ k: અમિતાભ બચ્ચનની સાથે દક્ષિણ ભારતીય સુપરસ્ટાર પ્રભાસ અને દીપિકા પાદુકોણ ફિલ્મ નિર્દેશક નાગ અશ્વિનની ફિલ્મ 'પ્રોજેક્ટ કે'માં જોવા મળશે. આ ફિલ્મ તારીખ 12 જાન્યુઆરી 2024ના રોજ મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. એટલા માટે અમિતાભ બચ્ચન સમયસર ફિલ્મ પૂર્ણ કરવા માટે ટૂંક સમયમાં શૂટિંગ પર પાછા ફરવાના છે.