ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

BIG B Greets Ronaldo-Messi: સુપરસ્ટાર અમિતાભ બચ્ચન રોનાલ્ડો અને મેસીને મળ્યા - રિયાધ ખાતે અમિતાભ બચ્ચન

રોનાલ્ડો મેસ્સી (amitabh bachchan ronaldo messi)ની પેરિસ સેન્ટ જર્મન સામેની ફ્રેન્ડલી મેચમાં સાઉદી ઓલ સ્ટાર ઈલેવન તરફથી રમતા જોવા મળ્યો હતો. મેચ પહેલા ભારતીય સુપરસ્ટાર અમિતાભ બચ્ચને આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીને ફૂટબોલ વર્લ્ડ કપ (amitabh bachchan at football match) જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

BIG B Greets Ronaldo-Messi: સુપરસ્ટાર અમિતાભ બચ્ચન રોનાલ્ડો અને મેસીને મળ્યા
BIG B Greets Ronaldo-Messi: સુપરસ્ટાર અમિતાભ બચ્ચન રોનાલ્ડો અને મેસીને મળ્યા

By

Published : Jan 20, 2023, 4:26 PM IST

રિયાધઃ ફૂટબોલના મેદાનમાં ફરી એકવાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી સામસામે જોવા મળ્યા હતા. રોનાલ્ડો મેસ્સીની પેરિસ સેન્ટ જર્મન સામેની ફ્રેન્ડલી મેચમાં સાઉદી ઓલ સ્ટાર ઈલેવન તરફથી રમતા જોવા મળ્યો હતો. મેચ પહેલા ભારતીય સુપરસ્ટાર અમિતાભ બચ્ચને આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીને ફૂટબોલ વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો:Anant Radhika engagement: અનંત રાધિકાની સગાઈમાં સલમાન ખાન ભત્રીજી અલીઝેહ સાથે ફુલ પાર્ટી લુકમાં જોવા મળ્યા

અમિતાભ બચ્ચને પાઠવી શુભેચ્છા: સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં વિશ્વના બે મહાન ખેલાડીઓ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી હાજર રહ્યા હતા. ગુરુવારે, ફ્રેન્ચ ક્લબ PSGએ બે સાઉદી અરેબિયન ક્લબ અલ નાસર અને અલ હિલાલને જોડીને રચાયેલી ટીમ રિયાધ ઓલ સ્ટાર XI સાથે સ્પર્ધા કરી. આ મેચ પહેલા બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને બંને ટીમોને જીતની શુભેચ્છા પાઠવી હતી.

ફૂટબોલ મેચમાં અમિતાભ બચ્ચન:બિગ બીએ બંને ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા અને વાતચીત પણ કરી હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે અમિતાભ બચ્ચન હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, મેસ્સી સિવાય ફ્રાન્સના સ્ટ્રાઈકર કેલિયન એમબાપ્પે અને અચરાફ હકીમી પણ પીએસજી તરફથી રમશે. અમિતાભ બચ્ચને સૌથી પહેલા બ્રાઝિલના સ્ટાર ખેલાડી નેમાર જુનિયર સાથે હાથ મિલાવ્યા હતા. આ પછી, ફ્રાન્સના યુવા સ્ટાર કાયલિયાન એમ્બાપ્પે પહોંચ્યા હતા. આ પછી બંને લિયોનેલ મેસી સાથે મળ્યા અને વાત કરી હતી.

આ પણ વાંચો:Anant Radhika engagement: અનંત રાધિકાની સગાઈમાં સલમાન ખાન ભત્રીજી અલીઝેહ સાથે ફુલ પાર્ટી લુકમાં જોવા મળ્યા

આર્જેન્ટિનાએ FIFA વર્લ્ડ કપ જીત્યો:ગયા મહિને કતારમાં રમાયેલા ફૂટબોલ વર્લ્ડ કપની ટાઈટલ મેચમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તારીખ 18 ડિસેમ્બરે રમાયેલી ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાએ 36 વર્ષ બાદ ફ્રાન્સને 4-2થી હરાવીને ત્રીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ફ્રાન્સે પણ શાનદાર રમત બતાવી હતી. ફ્રાન્સના કિલિયન એમબાપ્પે ટૂર્નામેન્ટમાં 8 ગોલ કરીને ગોલ્ડન બૂટ એવોર્ડ જીત્યો હતો. એમ્બાપ્પે ફાઇનલમાં ગોલની હેટ્રિક નોંધાવી હતી, પરંતુ તે કામ કરી શક્યું ન હતું.

ABOUT THE AUTHOR

...view details