ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Jawan Success Meet: 'જવાન' સક્સેસ મિટમાં કિંગ ખાન સાથે તમામ સ્ટાર્સે કર્યો ધમાકેદાર ડાન્સ, ચાહકો થાય મંત્રમુગ્ધ - જવાન લેટેસ્ટ ન્યૂઝ

બોલિવુડ બાદશાહની 'જવાન' એ બોક્સ ઓફિસ પર જરબદસ્ત સફળતા મેળવી છે. જેના માટે તાજેતરમાં જ ફિલ્મના નિર્માતાઓએ YRF સ્ટુડિયોમાં 'જવાન' સક્સેસ મિટનું આયોજન કર્યું હતું. જેમાં કિંગ ખાન અને ફિલ્મના અન્ય કલાકારોએ તેમની હાજરીથી સાંજને રંગીન બનાવી હતી.

'જવાન' સક્સેસ મિટમાં કિંગ ખાન સાથે તમામ સ્ટાર્સે કર્યો ધમાકેદાર ડાન્સ, ચાહકો થાય મંત્રમુગ્ધ
'જવાન' સક્સેસ મિટમાં કિંગ ખાન સાથે તમામ સ્ટાર્સે કર્યો ધમાકેદાર ડાન્સ, ચાહકો થાય મંત્રમુગ્ધ

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2023, 9:56 AM IST

મુંબઈ: બોલિવુડ બાદશાહની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જવાન'ની ભવ્ય સફળતા બાદ ફિલ્મના નિર્માતાઓએ YRF સ્ટુડિયો મુંબઈ ખાતે જવાનની સક્સેસ મિટ યોજી હતી. 'જવાન'ના તમામ સ્ટાર્સે તેમના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. 'જવાન'ના આ સક્સેસ ઈવેન્ટમાં શાહરુખનો લૂક દરેકના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જ્યારે તેના ધમાકેદાર પરફોર્મન્સે બધાના દિલ જીતી લીધા હતા.

રમૈયા વસ્તાવૈયા પર સ્ટાર્સે ડાન્સ કર્યો હતો: શાહરુખની સાથે ફિલ્મના અન્ય સ્ટાર્સ દીપિકા પાદુકોણ, સાન્યા મલ્હોત્રા, રિદ્ધી ડોગરા, સુનીલ ગ્રોવર અને ફિલ્મના ડાયરેક્ટર એટલીએ પણ 'જવાન'ના લોકપ્રિય ગીત 'રમૈયા વસ્તાવૈયા' પર ડાન્સ ડાન્સ કર્યો હતો. ફિલ્મની અભિનેત્રી નયનતારા કોઈ કારણસર ઈવેન્ટમાં હાજર રહી શકી ન હતી. જેના માટે તેણે એક વીડિયો મેસેજ મોકલ્યો હતો, જેમાં તેણે તેમની ગેરહાજરીનું કારણ જણાવ્યું હતું.

શાહરુખ ખાને માન્યો આભાર: શાહરુખ ખાને એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં 'જવાન' ફિલ્મની આખી ટીમ 'રમૈયા વસ્તાવૈયા' પર ધમાકેદાર ડાન્સ કરી રહી છે. વીડિયો શેર કરીને શાહરુખ ખાને કેપ્શનમાં લખ્યું છે કે, 'Thank u for celebrating #Jawan with me!!!..'શાહરુખના ચાહકોએ કોમેન્ટ સેક્શનમાં તેમના લુક અને પરફોર્મન્સની પ્રશંસા કરી હતી. એક ચાહકે લખ્યું 'ઓન ધ ફાયર'. જ્યારે અન્યએ લખ્યું, 'જવાન સાથે, આગ એવી લગાવી મજા આવ ગઈ.'

જવાન ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યા: શાહરુખની ફિલ્મ 'જવાને' બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે, ફિલ્મે એક સપ્તાહમાં 650 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે. હવે ફિલ્મ ટૂંક સમયમાં 700 કરોડ રુપિયાનો આકડો પાર કરી જશે. 'જવાન' ફિલ્મને ચાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મમાં કિંગ ખાન સાથે સાઉથની અભિનેત્રી નયનતારા, સાન્યા મલ્હોત્રા, રિદ્ધી ડોગરા, સુનીલ ગ્રોવર છે, દીપિકા પાદુકોણ ફરી એકવાર શાહરુખના લકી ચાર્મ તરીકે ફિલ્મમાં આવી છે.

  1. Jawan Movie Success Meet: 'જવાન' ફિલ્મના નિર્માતાઓ દ્વારા મુંબઈમાં સક્સેસ મિટ માટે તૈયારી શરુ
  2. India Vs Bharat Controversy: 'ઈન્ડિયા કે ભારત' ચર્ચા પર અનુરાગ કશ્યપે કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું ?
  3. Tollywood Drug Case: 3 નાઈજિરિયન નાર્કોટિક્સ પેડલર, ફિલ્મ ડાયરેક્ટર સહિત 5 ડ્રગ યુઝરની હૈદરાબાદમાં ધરપકડ

ABOUT THE AUTHOR

...view details