હૈદરાબાદ: તારીખ 14 એપ્રિલના રોજ લગ્ન કરનાર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે તારીખ 6 નવેમ્બરના રોજ તેમની પ્રથમ બાળકીનું (Alia Bhatt Ranbir Kapoor baby birth)) સ્વાગત કર્યું છે. બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે મુંબઈની હેન રિલાયન્સ હોસ્પિટલમાં બાળકીને (Bollywood Couple Ranbir Alia) જન્મ આપ્યો છે. આ દંપતી રવિવારે સવારે તેમના ડી-ડે માટે મુંબઈના ગિરગાંવની H.N. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં પહોંચ્યાં હતાં. રવિવારે મુંબઈમાં તેમની રાજકુમારીનું (alia bhatt delivers baby girl) સ્વાગત કર્યું.
બાળકીનું સ્વાગત: સ્ટાર કપલ આલિયા અને રણબીરે તેમના પ્રથમ બાળકનું એક સાથે સ્વાગત કર્યું. મુંબઈની એક હોસ્પિટલમાં બોલિવૂડ બાળકીના આગમનને લઈને રવિવારે અનેક અટકળો વહેતી થઈ હતી. બ્રહ્માસ્ત્ર દંપતી ફિલ્મ સ્ટાર દંપતિ સર HN રિલાયન્સ હોસ્પિટલ પહોંચ્યું હતું. બોલિવૂડ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, જેમણે તારીખ 14 એપ્રિલ 2022માં મુંબઈના બાંદ્રા સ્થિત ઘરે લગ્ન કર્યાં હતાં. તેઓ તેમના પ્રથમ બાળકીના આગમનથી ખુશ છે.
સરપ્રાઈઝ:બોલિવૂડ સ્ટાર કપલ આલિયા ભટ્ટે આ વર્ષે જૂનમાં તેમની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી, તેમના લગ્ન થયા હતા. તેમના લગ્નના માત્ર 2 મહિના પછી, આ કપલે તેમના ચાહકોને સરપ્રાઈઝ આપી હતી. જેમાં હવે એને ત્યાં બેબીગર્લનો જન્મ થયો છે.