ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Alia Bhatt Dance: 'RRR' ફિલ્મનું 'નાટુ નાટુ' ગીત પર આલિયાએ મનમુકીને કર્યો ડાન્સ, ચાહકોએ કર્યા વખાણ - ઝી સિને એવોર્ડ્સ 2023માં આલિયા ભટ્ટ

બોલિવૂડની ગંગુબાઈ તરીકે જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયા જોઈ ચાહકો જોરદાર વખાણ કરી રહ્યાં છે. વીડિયોમાં અભિનેત્રી SS રાજામૌલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'RRR' ફિલ્મનું ગીત 'નાટુ નાટુ' પર ડાન્સ કરતી જોવા મળે છે. જુઓ આલિયા ભટ્ટનો વાયરલ ડાન્સ વીડિયો.

Alia Bhatt Dance: 'RRR' ફિલ્મનું 'નાટુ નાટુ' ગીત પર આલિયાએ મનમુકીને કર્યો ડાન્સ, ચાહકોએ કર્યા વખાણ
Alia Bhatt Dance: 'RRR' ફિલ્મનું 'નાટુ નાટુ' ગીત પર આલિયાએ મનમુકીને કર્યો ડાન્સ, ચાહકોએ કર્યા વખાણ

By

Published : Feb 28, 2023, 12:13 PM IST

મુંબઈ: તાજેતરમાં ઝી સિને એવોર્ડ શો યોજાયો હતો. બોલિવુડની ક્યૂટ અભિનેત્રી આલિયા ભટ્ટને ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે બેસ્ટ એક્ટર ફિમેલ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ દરમિયાન આલિયાએ 'નાટુ નાટુ' હિટ ગીત પર મનમુકીને એવો ડાન્સ કર્યો કે, દર્શકો જોતા જ રહી ગયાં. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિય પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો:Janki Bodiwala Picture: 'વશ' ફિલ્મની ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાની સુંદર તસવીર પર એક નજર

ઝી સિને એવોર્ડ 2023: 'ગંગુબાઈ કાઠિયાવાડી' અભિનેત્રી આલિયા ભટ્ટે રવિવારે ઝી સિને એવોર્ડ્સમાં હાજરી આપી હતી. આલિયાને 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે બેસ્ટ એક્ટર ફિમેલનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન આલિયાએ પોતાની ફિલ્મના હિટ ગીત પર ડાન્સ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. તેના પરફોર્મન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તેમની ફિલ્મ 'RRR'ના ગીત 'નાટુ નાટુ' પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આલિયાનો ડાન્સ વીડિયો: વાયરલ વીડિયોમાં સફેદ સાડી પહેરીને આલિયાએ 'નાટુ-નાટુ'ના હૂક સ્ટેપ્સ પર ખૂબ ડાન્સ કર્યો હતો. તેઓ સ્ટેજ પર ભાઈઓ અને સહ યજમાન આયુષ્માન ખુરાના અને અપારશક્તિ ખુરાના સાથે જોડાઈ અને તેમની સાથે ડાન્સ કર્યો હતો. આલિયાએ 'નાટુ નાટુ'ના હિન્દી વર્ઝન પર ડાન્સ કર્યો છે. તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર જુનિયર NTR અને રામ ચરણ પર ફિલ્માવવામાં આવ્યું હતું. આલિયાના આ દમદાર પરફોર્મન્સે બધાના દિલ જીતી લીધા હતા.

આલિયાનું પ્રથમ પ્રદર્શન: આલિયાનો વીડિયો શેર કરતાં એક ટ્વિટર યુઝરે લખ્યું કે, 'નાટુ નાટુ' પર આલિયાનો ડાન્સ એક વાઈબ છે. ત્યાં જબરદસ્ત એનર્જી છે." આ દરમિયાન આલિયાએ તેની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં કેસરિયા પર પણ પરફોર્મ કર્યું હતું. જે તેના અને અભિનેતા પતિ રણબીર કપૂર પર ચિત્રિત છે. નવેમ્બર 2022માં તેની પુત્રી રાહાને આવકાર્યા પછી મોટા મંચ પર આલિયાનું આ પ્રથમ પ્રદર્શન છે.

આ પણ વાંચો:Hazel Keech Birthday: યુવરાજ સિંહની પત્ની અભિનેત્રી હેઝલ કીચ આજે 36મો જન્મદિવસ ઉજવી રહી છે, જુઓ અહિં તસવીર

આલિયા ભટ્ટનું વર્ક ફ્રન્ટ: આલિયા કરણ જોહરની આગામી રોમેન્ટિક ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં રણવીર સિંહ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી સાથે જોવા મળશે. આ ફિલ્મ તારીખ 28 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય આલિયા પાસે ફરહાન અખ્તરની આગામી ફિલ્મ 'જી લે ઝરા' પણ છે. આ ફિલ્મમાં તે કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા સાથે જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details