મુંબઈઃ આલિયા ભટ્ટ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આજે તારીખ 17 ઓક્ટોબરના રોજ, અભિનેત્રી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં તેના શાનદાર અભિનય માટે તેનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર આલિયા મંગળવારે વહેલી સવારે તેના પતિ-અભિનેતા રણબીર કપૂર સાથે દિલ્હીની ફ્લાઈટમાં બેસવા માટે એરપોર્ટ પર જોવા મળી હતી.
69th National Film Awards: આલિયા ભટ્ટ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ, 'ગંગુબાઈ' પતિ રણબીર કપૂર સાથે દિલ્હી જવા રવાના - 69वें नेशनल फिल्म अवॉर्ड
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર નેશનલ ફિલ્મ એવોર્ડ માટે દિલ્હી જવા રવાના થઈ ગયા છે. આ કપલ એરપોર્ટ પર જોવા મળ્યું હતું. આલિયા ભટ્ટએ તેના વાળ પાછળના ભાગે બનમાં બાંધ્યા હતા. મેચિંગ હીલ્સ, નાની ઇયરિંગ અને કાળા પર્સ સાથે તેના દેખાવ પૂર્ણ. તેણે સ્મિત અને હાથ લહેરાવી પાપારાઝીનું સ્વાગત કર્યું.
Published : Oct 17, 2023, 1:12 PM IST
કપલનો વીડિયો શેર: આલિયા ભટ્ટ મંગળવારે તારીખ 17 ઓક્ટોબરની વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. એક પાપારાઝીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર કપલનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં આલિયા ભટ્ટ કારમાંથી બહાર નીકળતી જોઈ શકાય છે. તેણે આરામ માટે સફેદ રંગનો સૂટ પહેર્યો હતો. અભિનેત્રીએ તેના વાળ પાછળના ભાગે બનમાં બાંધ્યા હતા. મેચિંગ હીલ્સ, નાની ઇયરિંગ અને કાળા પર્સ સાથે તેના દેખાવ પૂર્ણ. તેણે સ્મિત અને હાથ લહેરાવી પાપારાઝીનું સ્વાગત કર્યું.
સન્માનિત કરવામાં આવશે: આલિયા ભટ્ટની સાથે તેના પતિ-એક્ટર રણબીર કપૂર પણ થોડા સમય પછી કારમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. તેણે કેઝ્યુઅલ બ્લેક હૂડી પહેરી છે. સ્ટારે એરપોર્ટમાં પ્રવેશતા પહેલા પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. ઓગસ્ટમાં 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે પ્રેસ કોન્ફરન્સમાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ એવોર્ડ ફંક્શન દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાશે, જ્યાં આલિયા અને અન્ય એવોર્ડ વિજેતાઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સન્માનિત કરવામાં આવશે.
- National Cinema Day 2023: રાષ્ટ્રીય સિનેમા દિવસ પર ટિકિટની કિંમત માત્ર 99 રૂપિયા, સિનેમાઘરો થયા હાઉસફુલ
- Khatron Ke Khiladi 13: રેપર અને સિંગર ડીનો જેમ્સે જીતી 'ખતરોં કે ખિલાડી 13'ની ટ્રોફી, જાણો શુું મળ્યું ઈનામ ?
- Priyanka Chopra Photos: જુઓ પ્રિયંકા ચોપરા સફેદ ડ્રેસમાં કેટલી ખુબસૂરત લાગી રહી છે
- Amitabh Bachchan Birthday Pic : ચાહકોના અપાર સ્નેહ માટે અભિતાભ બચ્ચને કૃતજ્ઞતા દર્શાવી, જૂઓ સોશિયલ મીડિયા પોસ્ટ