હૈદરાબાદ:આ વર્ષે અક્ષય કુમારની ઘણી વધુ ફિલ્મો રિલીઝ થવાની બાકી છે. તાજેતરમાં જ અભિનેતાની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' રીલિઝ થઈ, જેણે બોક્સ ઓફિસ પર પાણી પણ ના માંગ્યુ. આ ફિલ્મ અક્ષય કુમારની ફ્લોપ લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. હવે અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ રક્ષાબંધનની રિલીઝ ડેટ (Raksha Bandhan release date) જાહેર કરી છે. આ સાથે અક્ષય કુમારે બોક્સ ઓફિસ (Raksha Bandhan vs laal singh chaddha at box office ) પર આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાનો પડકાર ઝીલી લીધો છે. તમને જણાવી દઈએ કે, આ બંને ફિલ્મો એક જ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
આ પણ વાંચો:ડ્રગ્સ કેસમાં જામીન મળતા જ સિદ્ધાંત કપૂરે શેર કરી મિસ્ટ્રી ગર્લ સાથેની સેલ્ફી, યુઝર્સે લીધો આડે હાથ
'રક્ષા બંધન'ની રિલીઝ ડેટ જાહેર: અક્ષય કુમારે ગુરુવારે સોશિયલ મીડિયા પર ફિલ્મ રક્ષા બંધનનું ટીઝર શેર કર્યુ હતું, જેમાં તેણે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રોયે કર્યું છે. અગાઉ તેણે અક્ષય કુમાર સાથે 'અતરંગી રે' કરી હતી.