હૈદરાબાદ:અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મના ટ્રેલરની ચાહકો રાહ જોયને બેઠા હતા, તે રાહ હવે પુરી થઈ છે. 'OMG 2'ના નિર્માતાઓએ તારીખ 2 ઓગસ્ટના રોજ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ અમિત રાયનાના નિર્દેશનમાં બની છે. 'OMG' ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ માચાવી હતી. આ ફિલ્મની સફળતા બાદ ફરી એક વાર અક્ષય કુમાર થિયેટરોમાં પોતાનો જાદુ ચલાવવા માટે આવી રહ્યા છે.
OMG 2નું ટ્રેલર રિલીઝ: 'OMG 2'ના નિર્માતાઓએ બુધવારે ટ્રેલર રિલીઝ કીરને ચાહકોમાં ઉત્સુકતા વધારી દીધી છે. તારીખ 9 જુલાઈના રોજ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યુ હતું. ટીઝરમાં અભિનેતા લાંબી જટામાં જોવા મળ્યા હતા અને ગ્રીન કલરનો પેન્ટ પહેર્યો છે. માથા પર રાખ, ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી હતી. ટીઝરમાં અક્ષય કુમાર લોકોની ભીડમાંથી 'હર હર મહાદેવ'ના નારા સાથે પસાર થતા જોવા મળ્યા હતા.
ફિલ્મના કલાકારો: ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, 'OMG 2'માં અક્ષય કુમાર ભગવાન શિવના રુપમાં જોવા મળે છે. પંકજ ત્રિપાઠી કાંતિ શરણ મુગ્દલની ભૂમિકામાં, યામી ગૌતમ કામિની માહેશ્વરી તરીકે અને અરુણ ગોવિલ ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. 'OMG 2' એ 'OMG' ની સિક્વલ ફિલ્મ છે, જે વર્ષ 2012માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે પરેશ રાવલ જોવા મળ્યા હતા.
ફિલ્મની રિલીઝ ડેટ: આ ફિલ્મ તારીખ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 'OMG 2'નું પ્રથમ ગીત 'ઉંચી ઉંચી વાદી' તારીખ 18 જુલાઈના રોજ રિલીઝ કર્યુ હતું. 150 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ અરુણ ભાટિયા, વિપુલ ડી શાહ, રાજેશ બહલ અને અશ્વિન શાહ દ્વારા નિર્મિત છે. બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2' અને સની દેઓલની ફિલ્મ 'ગદર 2' એક સાથે રિલીઝ થશે.
- 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ થિયેટરોમાં પકડ જમાવી, અહિં જાણો 5માં દિવસનુ કલેક્શન
- Nitin Chandrakant: આર્ટ ડાયરેક્ટર નીતિન ચંદ્રકાત દેસાઈનું અવસાન, કર્જતમાં 58 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
- Jignesh Kaviraj Song: 'ખાખ મેં ખપ જાના રે બંદે' રિલીઝ, જિગ્નેશ કવિરાજના સ્વરમાં સાંભળો નવું ભજન ગીત