ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Omg 2 Trailer Date Postponed: અક્ષય કુમાર સ્ટારર 'OMG 2'નું ટ્રેલર રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી, જાણો અહિં કારણ - omg2 રિલીઝ ડેટ

અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2'નું ટ્રેલર રિલીઝ આજે થવાનું હતું. ચાહકો ટ્રેલરની રાહ જોઈને બેઠા હતા. હવે વધુ રાહ જોવી પડશે. ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે. નવી રિલીઝ ડેટ અને મુલતવી રાખવા પાછળનું કારણ જાણવા માટે આગળ વાંચો.

અક્ષય કુમાર સ્ટારર 'OMG 2'નું ટ્રેલર રિલીઝ ડેટ મોકુફ રાખવામાં આવી, જાણો અહિં કારણ
અક્ષય કુમાર સ્ટારર 'OMG 2'નું ટ્રેલર રિલીઝ ડેટ મોકુફ રાખવામાં આવી, જાણો અહિં કારણ

By

Published : Aug 3, 2023, 11:05 AM IST

હૈદરાબાદ: અક્ષય કુમાર અને યામી ગૌતમની ફિલ્મ 'OMG 2'નું ટ્રેલર આજે રિલીઝ થવાનું હતું, પરંતુ આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈના દુ:ખદ અવસાનના કારણે વિલંબિત થયું છે. ફિલ્મ નિર્માતાઓએ હવે ટ્રેલર લોન્ચ કરવા માટે નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. આક્ષય કુમાર સ્ટારર 'OMG 2'નું ટ્રેલર હવે આ દિવસે સિલીઝ થશે.

ટ્રેલરની રિલીઝ ટેડ મલતવી: અક્ષય કુમારે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટ્રેલર લોન્ચિન્ગના સમાચાર શેર કર્યા છે. તેમના ચાહકોને આ વિશે જાણ કરતાં લખ્યું છે કે, ''નીતિન દેસાઈના નિધન વિશે જાણીને અવિશ્વસનીય રીતે દુ:ખ થુયં છે. તેઓ પ્રોડ્કશન ડિઝાઈનમાં અદભૂત અન અમારા સિનમે સમુદાયના એક ભાગ હતા. તેમણે મારી ઘણી બધી ફિલ્મમાં કામ કર્યુ છે. આ એક મોટી ખોટ છે. સન્માનને લીધે અમે 'OMG 2'નું ટ્રેલર આજે રિલીઝ નથી કરી રહ્યા. કાલે સવારે 11 કલાકે લોન્ચ કરીશું. ઓમ શાંતિ.''

મુલતવી રાખવાનું કારણ: આર્ટ ડાયરેક્ટર નીતિનના અકાળે અવસાન બાદ નિર્મતાઓએ ટ્રેલરની રિલીઝ ડેટ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. તેઓએ 'લગાન', 'હમ દિલ દે ચૂકે સનમ', 'જોધા અકબર' અને બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. 58 વર્ષની વયે આર્ટ ડાયરેક્ટર તેમના સ્ટુડિયોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના નિધનના કારણ ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર તેઓ સ્ટુડિયોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. શંકા છે કે, તેમનું અવસાન આત્મહત્યાથી થયું છે. પોલીસ આ મામલે તપાસ કરી હતી. જ્યારે હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

ફિલ્મની રિલીઝ ડેટ: નીતિનના અકાળ મૃત્યુના દુ:ખદ સમાચારને પગલે 'OMG 2'નું ટ્રેલર હવે એક દિવસ આગળ વધારવામાં આવ્યુ છે. અક્ષય કુમારના ચાહકોએ હવે થોડી રાહ જોવી પડશે. પોસ્ટરો અને ટીઝરને જોતાં, અક્ષય કુમાર ભગવાનન શિવની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે પંકજ ત્રિપાઠી કાંતિ શરણ મુગદલની ભૂમિકા ભજવતા જોવા મળશે. 'OMG 2' તારીખ 11 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

  1. આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈનું નિધન, ટ્વિટર પર ફિલ્મ કલાકારો ચાહકોએ શોક વ્યક્ત કર્યો
  2. Ranveer Singh Video: રણવીર સિંહનો દાદા સાથે એક વીડિયો સામે આવ્યો છે, 'વૉટ ઝુમકા' પર કર્યો ડાન્સ
  3. Hrithik Roshan: હૃતિક રોશન સબા આઝાદ સાથે અને સુજૈન ખાન તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની ક્ષણોનો આનંદ માણી રહ્યા છે

ABOUT THE AUTHOR

...view details