મુંબઈ: 'હેરા ફેરી 3' ફિલ્મના ચાહકો માટે આવ્યાં છે ખુશીના સમાચાર. થોડા સમય પહેલાં 'હેરા ફેરી 3'માં અક્ષય કુમાર રોલ ભજવશે કે નહિં તે અંગેની કેટલીક અટકડો ચાલી રહી હતી. કોમેડી ડ્રામા ફિલ્મ 'હેરી ફેરી 3'માં 3 પાત્ર છે જે ખુબજ મહત્ત્વના છે. તેમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટી. ચાહકો આ 3 પાત્રોને ખુબજ પસંદ કરે છે. આ ફિલ્મનું શુટિંગ શરું થઈ ગયું છે અને ફિલ્મ કલાકારોનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે.
આ પણ વાંચો:Kanak Rele Passes Away: ફેમસ ક્લાસિકલ ડાન્સર કનક રેલેનું અવસાન, હેમા માલિનીએ વ્યક્ત કર્યો શોક
હેરા ફેરીની 3ની તસવીર વયરલ: નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ મંગળવારે તારીખ 21 ફેબ્રુઆરીએ ફિલ્મ 'હેરા-ફેરી-3'નું શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ મુંબઈના એમ્પાયર સ્ટુડિયોમાં થઈ રહ્યું છે. હવે શૂટિંગ સેટ પરથી 'હેરા-ફેરી 3'ના તમામ સ્ટાર્સની પહેલી ઝલક સામે આવી છે, જેમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી ફિલ્મની ટીમ સાથે પોતપોતાના ગેટઅપમાં જોવા મળી રહ્યા છે. 'હેરા ફેરી' ફિલ્મના ચાહકો માટે આ એક સારા સમાચાર છે કે, ઘણા વિવાદોની અફવાઓને દૂર કર્યા પછી, 'હેરા-ફેરી 3'ને વહેલા અથવા મોડા ગ્રીન સિગ્નલ મળી ગયું છે.