મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ' (Akshay Kumar Film Prithviraj) આવી રહી છે, જે એક ઐતિહાસિક ફિલ્મ છે. આ ફિલ્મ વિશે નવી બાબતો સામે આવી છે કે, નિર્માતાઓએ ફિલ્મ માટે 50 હજારથી વધુ કોસ્ચ્યુમ બનાવવાના હતા. તેમજ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન 500 વિવિધ પ્રકારની પાઘડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક્ટર અક્ષય કુમારની દર વર્ષે 4-5 ફિલ્મ (Prithviraj Film Release) રિલીઝ થતી હોય છે. જેમાં આ વર્ષે ઐતિહાસિક ફિલ્મ પૃથ્વીરાજ લઈને આવી રહ્યા છે. જેને લઈને અભિનેતા અક્ષય કુમારે કેટલીક ખાસ વાતો પણ શેર કરી છે.
આ પણ વાંચો :લાફ્ટરક્વિનને હસવામાંથી ખસવુ થઈ ગયુ, વીડિયો શેર કરી માંગી માફી
ફિલ્મને લઈને અક્ષયનો ખુલાસો - ફિલ્મ વિશે અક્ષય કુમાર જણાવ્યુ કે, 'કેટલીકવાર આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરવી પડે છે અને અમે બધાએ તેમાં સખત મહેનત કરવી છીએ. અમારી ફિલ્મના દરેક તત્વ જે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે, તે બધાને અત્યંત પ્રામાણિકતા, અધિકૃતતા અને આદર સાથે પ્રસ્તુત'.અભિનેતાએ આગળ કહ્યું કે, 'અમે ફિલ્મ બનાવતી વખતે નાની બાબતો પર ધ્યાન આપ્યું છે. કારણ કે, અમે ઈચ્છતા હતા કે તે મોટા પડદા પર સમ્રાટ પૃથ્વીરાજના (Prithviraj Film Story) જીવનની સૌથી અદભૂત રિટેલિંગ બને'.
આ પણ વાંચો :શિલ્પા શેટ્ટીએ સોશિયલ મિડિયા પર કઈંક આ રીતે કર્યું ધમાકેદાર કમબેક
50,000થી વધુ કોસ્ચ્યુમ - ફિલ્મના દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદી જણાવ્યું કે, 'પૃથ્વીરાજ જેવી ફિલ્મ બનાવવા માટે ડિટેલિંગ મહત્વપૂર્ણ હતું. ફિલ્મ માટે રાજાઓ, જાહેર જનતા, લોકો દ્વારા પહેરવામાં આવતી પાઘડીના પ્રકારની અધિકૃત પ્રતિકૃતિઓ હતી. અમારી પાસે સેટ પર પાઘડીની (Historical Film Prithviraj) શૈલીમાં નિષ્ણાત હતા. જે અમારા કલાકારોને પહેરાવતા હતા. વધુમાં કહ્યું કે, ફિલ્મ માટે 50,000થી વધુ કોસ્ચ્યુમ એક કોસ્ચ્યુમ ડિઝાઈનર દ્વારા બનાવવામાં આવ્યા હતા. જેઓ તેમની ટીમ સાથે ખાસ રાજસ્થાનથી મુંબઈમાં રહેવા અને આ કોસ્ચ્યુમને શરૂઆતથી બનાવવા માટે લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત એવું પણ કહ્યું કે, આદિત્ય ચોપરા જેવા નિર્માતા હતા, જેમણે આ ફિલ્મ માટેના તેના વિઝનમાં વિશ્વાસ રાખ્યો હતો અને શક્ય તેટલી ભવ્ય રીતે આવી વાર્તા કહેવા માટે સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.