હૈદરાબાદઃઅક્ષય કુમારે તેના ફેન્સ માટે વધુ એક ખુશખબર આપી છે. અક્ષય કુમારે જણાવ્યું છે કે, તેની શાનદાર કોમેડી ફિલ્મ 'હાઉસફુલ'નો પાંચમો ભાગ બની રહ્યો છે અને આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે પણ જણાવ્યું છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરીને ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. સાજીદ નડિયાદવાલા આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે અને તરુણ મનસુખાની આ ફિલ્મનું નિર્દેશન કરશે. તરુણે અગાઉ 'ડ્રાઈવ', 'દોસ્તાના', ''કભી અલવિદા ના કહેના' અને 'માય નેમ ઈઝ ખાન' જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.
Housefull 5: ખિલાડી અક્ષય કુમારે 'હાઉસફુલ 5'ની ઘોષણા કરી, જાણો ફિલ્મ રિલીઝ - હાઉસફુલ 5ની રિલીઝ ડેટ
અક્ષય કુમારે તેની કોમેડી ફિલ્મ 'હાઉસફુલ 5'ની જાહેરાત કરી છે અને આ ફિલ્મ ક્યારે રિલીઝ થવાની છે તે પણ જણાવ્યું છે. આ પોસ્ટ શેર કરીને અભિનેતાએ લખ્યું છે કે, '5 ગણાં પાલગપન માટે તૈયાર થઈ જા'. આ ફિલ્મનું નીર્માણ સાજીદ નડિયાદવાલાએ કરી રહ્યાં છે અને નિર્દેશન તરુણ મનસુખાની કરી રહ્યાં છે.
હાઉસફુલ 5ની જાહરેત: અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર આવીને ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. હવે અક્ષય કુમારની 'હાઉસફુલ 5'ની જાહેરાત બાદ ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. અક્ષય કુમારે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ''પાંચ ગુના પાગલપન માટે તૈયાર થઈ જાઓ.'' સાજિદ નડિયાદવાલાની આ ફિલ્મનું નિર્દેશન તરણ મનસુખાની કરશે. 'હાઉસફુલ 5'ની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે સાજિદ નડિયાદવાલાની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'એ ચાહકોનું દિલ જીતી લીધું છે.
ફિલ્મની રિલીઝ ડેટ: અક્ષય કુમારની ફિલ્મ 'હાઉસફુલ 5' દિવાળી 2024ના અવસર પર રિલીઝ થશે. અક્ષ કુમારના યચાહકો માટે આશ્ચર્યજનક વાત એ છે કે, દિવાળી 2024 પર સલમાન ખાનની ફિલ્મ 'પ્રેમ કી શાદી', અજય દેવગનની 'સિંઘમ 3', 'હેરા ફેરી 3' અને કાર્તિક આર્યનની 'ભૂલ ભૂલૈયા-3' રિલીઝ માટે તૈયાર છે. આવી સ્થિતિમાં દિવાળી 2024 પર બોક્સ ઓફિસ પર મોટો ધમાકો થવાનો છે.