મુંબઈ: બોલિવુડ ખિલાડી અક્ષય કુમાર આ વર્ષે પોતાનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર અક્ષયે તેમની સફળ 'વેલકમ' ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગની જાહેરાત કરી છે. આ ફિલ્મ તારીખ 20 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થશે. અહેમદ ખાન તેમનું નિર્દેશન કરશે. અક્ષય કુમારની 'વેલકમ 3' વર્ષ 2024માં ક્રિસમસના અવસર પર રિલીઝ થશે. 'વેલકમ ટુ ધ જંગલ' નામની 'વેલકમ 3' 'વેલકમ' ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે.
Akshay Kumar Welcome 3: ખિલાડીએ તેમના જન્મદિવસે ચાહકોને આપી મોટી ભેટ, 'વેલકમ 3'ની જાહેરાત - અક્ષય કુમાર
બોલિવુડના ખિલાડી અક્ષય કુમારે તેમના 56માં જન્મદિવસ પર 'વેલકમ 3'ની જાહેરાત કરી છે. 'વેલકમ' અક્ષય કુમારની સફળ ફિલ્મોમાંની એક છે, જેનો ત્રીજો ભાગ 'વેલકમ ટુ ધ જંગલ' વર્ષ 2024માં ક્રિસમસના અવસર પર રિલીઝ થશે.
Published : Sep 9, 2023, 4:30 PM IST
|Updated : Sep 9, 2023, 4:59 PM IST
વેલકમ 3ની જાહેરાત: અક્ષયે ચાહકોને તેમના જન્મદિવસ પર આ ખાસ ભેટ આપી છે. 'વેલકમ ટુ ધ જંગલ'ને અહેમદ ખાન ડાયરેક્ટર અને જ્યોતિ દેશપાંડે પ્રોડ્યુસ કરશે. 'વેલકમ ટુ ધ જંગલ' ઘણા કલાકારો સાથે બની રહી છે. અક્ષયની 'વેલકમ' ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મમાં અક્ષય સાથે ઘણા કલાકારો જોવા મળવાના છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, સંજય દત્ત, દિશા પટાની, જેકલીન ફર્નાન્ડીઝ, લારા દત્તા, રવિના ટંડન, કીકુ શારદા, કૃષ્ણા અભિષેક, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, જોની લીવર, શારીબ હાશ્મી અને બીજા કલાકારો પણ સામેલ છે.
અક્ષય કુમારની આગામી ફિલ્મ:વિસ્ફોટક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. સ્ટાર્સથી ભરેલી આ ફિલ્મ ક્રિસમસના અવસર પર તારીખ 20 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. અક્ષય કુમાર આ વર્ષે 56 વર્ષના થઈ ગયા છે, પરંતુ તે હજુ પણ એકદમ ફિટ છે અને તેમની પાસે ફિલ્મોનું લીસ્ટ છે. અક્ષય કુમારે હાલમાં જ હિટ ફિલ્મ 'OMG 2' બોક્સ ઓફિલ પર રિલીઝ કરી હતી. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ જોવા મળ્યા હતા. અભિનેતાની અન્ય આગામી ફિલ્મો જોઈએ તો, 'હાઉસફુલ 3', 'બડે મિયાં છોટે મિયાં', 'સિંઘમ અગેન', 'ગોરખા', 'રાઉડી રાઠોડ' જેવી ફિલ્મો સામેલ છે.