મુંબઈ: 'બિગ બોસ 7' ફેમ અભિનેતા એજાઝ ખાનને વર્ષ 2021માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ કેસના સંબંધમાં મુંબઈ એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અભિનેતાની માર્ચ 2021માં અલ્પ્રાઝોલમની 31 ગોળીઓ સાથે ધરપકડ કરી હતી. બે વર્ષની જેલમાં રહ્યા બાદ એજાઝને જામીન મળી ચૂક્યા છે.
એજાઝ ખાન ડ્રગ્સ કેસ: વર્ષ 2022 માં બોમ્બે હાઈકોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી, એમ કહીને કે ડ્રગ હેરફેરમાં તેની ભૂમિકા એક સાક્ષી દ્વારા જાહેર કરવામાં આવી હતી. જેણે જણાવ્યું હતું કે, તે ગોળીઓ વેચતા હતા અને યુવાન છોકરાઓ અને છોકરીઓને ડ્રગ્સ સપ્લાય કરીને આજીવિકા મળવતા હતા. તેમનું શોષણ કરતા હતા. જે બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ એપ્રિલમાં ખાનના ઘરે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. જયપુરથી આવ્યા બાદ મુંબઈ એરપોર્ટ પર એનસીબી દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. આ કેસમાં અભિનેતાને બે વર્ષ સુધી જેલના સળિયા પાછળ રહેવું પડ્યું હતું.