હૈદરાબાદ: બોલિવૂડ સ્ટાર કપલ અજય દેવગન અને કાજોલ માટે આજનો દિવસ (13 સપ્ટેમ્બર) ખૂબ જ ખુશીનો દિવસ છે. કારણ કે આ દિવસે તે પોતાના એકમાત્ર પુત્ર યુગનો જન્મદિવસ (Ajay kajol son Yug Birthday ) ઉજવે છે. અજય-કાજોલનો પુત્ર યુગ હવે 12 વર્ષનો થઈ ગયો છે, જેની ખુશી દેવગન પરિવારમાં જોવા મળી રહી છે. આ ખુશીના અવસર પર અજય-કાજોલે પુત્ર યુગને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. અજય-કાજોલે સોશિયલ મીડિયા પર એક-એક પોસ્ટ (Ajay Kajol social media post) દ્વારા પુત્ર યુગને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા છે.
આ પણ વાંચો:Sanjay Gandhi First look Out: જૂઓ આ અભિનેતા સંજય ગાંધીના રોલમાં
અજયના પુત્ર યુગના નામની અભિનંદન પોસ્ટ: પુત્ર યુગ સાથેની એક સુંદર તસવીર શેર કરતા અજય દેવગને એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, 'જીવનની શ્રેષ્ઠ ક્ષણ તમારી સાથે ઉછરવાની અને પિતા-પુત્રની તે બધી નાદાનીઓ અને ખેલૈયાઓ એક જ દિવસમાં કરવાની છે, જેમ કે શો જોવાની સાથે સાથે કસરત કરવી. અને ચેટિંગ અને વોક પર જવું, હેપ્પી બર્થડે યુગ'.